શહેરના અનેક વિસ્તારોમાં હજી પણ નર્મદાનું પીવાનું શુદ્ધ પાણી પહોંચી શકતું ન હોવાના કારણે બોરવેલથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. બોરવેલના પાણીમાં ક્ષારનું પ્રમાણ વધારે હોવાથી વિવિધ રોગો થતા હોય છે ત્યારે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તબક્કાવાર શહેરમાં આવેલા 319 જેટલા બોરવેલને બંધ કરી નર્મદાનું પાણી આપવા અંગેનું આયોજન કરવા અંગે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. સરકારી-ખાનગી શાળાઓને નર્મદાના પાણી પૂરૂં પાડવા જોડાણો અપાશે
વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરીયાએ જણાવ્યું હતું કે, શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવેલા બોરવેલ બંધ કરીને બોરવેલ આધારિત પાણીના જોડાણો અને નેટવર્કમાં ફેરફાર, સુધારા-વધારા કરીને નર્મદાના પાણી પૂરૂં પાડવામાં આવશે. આ હેતુસર હયાત નેટવર્કની ડિઝાઈનમાં જરૂરી ફેરફાર કરવા અને ડિઝાઈન તૈયાર કરવા તેમજ આ કામગીરી માટેના ખર્ચનો અંદાજ તૈયાર કરવા કોર્પોરેશનના ઇજનેર વિભાગને સૂચના આપવામાં આવી છે. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવેલી AMCની સ્કૂલો તેમજ ખાનગી શાળાઓને પણ નર્મદાનું પાણી પૂરૂં પાડવામાં આવશે. સરકારી અને ખાનગી શાળાઓને નર્મદાના પાણી પૂરૂં પાડવા માટે જોડાણો આપવામાં આવશે. બોરવેલના પાણીમાં TDSનું પ્રમાણ વધુ મળે છે
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં બોરવેલ બનાવવામાં આવ્યા છે અને બોરવેલ મારફતે પણ પાણી ખેંચવામાં આવે છે અને નાગરિકોને પાણી આપવામાં આવે છે. બોરવેલ મારફતે મેળવવામાં આવતા પાણીમાં TDSનું પ્રમાણ વધુ હોય છે. કેટલાંક વિસ્તારોમાં ઓલા બોરવેલના પાણીમાં 1800 જેટલું વધુ TDS જોવા મળે છે. નાગરિકોને વધુ TDSવાળું પાણી પીવાને કારણે આર્થરાઈટ્સ, ઘુંટણના સાંધા, હાડકાંના રોગનો ભોગ બનવું પડે છે. જેથી નાગરિકોને બોરવેલ મારફતે આપવામાં આવતું પાણી બંધ કરીને હવે તમામ વિસ્તારોના રહીશોને નર્મદાનું પાણી આપવામાં આવશે. જેની નીતિ તૈયાર કરવા અને તેનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. કયા ઝોનમાં કેટલા બોરવેલ આવેલા છે?