back to top
Homeબિઝનેસવૈશ્વિક રોકાણકારો માટે ભારત ઇન્વેસ્ટમેન્ટ હબ:10 વર્ષમાં વિદેશી રોકાણ વધીને $709.8 અબજ,...

વૈશ્વિક રોકાણકારો માટે ભારત ઇન્વેસ્ટમેન્ટ હબ:10 વર્ષમાં વિદેશી રોકાણ વધીને $709.8 અબજ, સરકારની ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ, મૈત્રીપૂર્ણ પોલિસી અને નિયમનકારી ધોરણોનું સકારાત્મક પરિણામ

ભારત વૈશ્વિક રોકાણકારો માટે ઇન્વેસ્ટમેન્ટ હબ તરીકેના પોતાના સ્થાનને વધુને વધુ મજબૂત બનાવી રહ્યું છે. દેશમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન એટલે કે એપ્રિલ 2014 થી સપ્ટેમ્બર 2024 દરમિયાન દેશમાં કુલ પ્રત્યક્ષ વિદેશી રોકાણ $709.8 અબજના સ્તરે પહોંચ્યું છે. જે વિદેશી રોકાણને આકર્ષિત કરવામાં ભારતના નોંધપાત્ર સિમાચિહ્નને દર્શાવે છે. રાજ્યકક્ષાના નાણામંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકારની રોકાણકારો માટેની મૈત્રીપૂર્ણ પોલિસીને કારણે આજે ભારત વૈશ્વિક રોકાણકારો માટે જંગી રોકાણ કરવા એક આકર્ષક સ્થળ બનીને ઉભર્યું છે. દેશની એફડીઆઇ પોલિસીનું ફ્રેમવર્ક મજબૂત છે, જે મોટા ભાગના સેક્ટર્સમાં 100% વિદેશી રોકાણની મંજૂરી આપે છે. દેશના મોટા ભાગના સેક્ટર્સમાં 90% વિદેશી રોકાણ ઓટોમેટિક રૂટ મારફતે આવે છે, જે સરળ નિયમનોની અસરકારકતાને દર્શાવે છે. એફડીઆઇ મર્યાદામાં વધારો, નિયમનકારી અડચણો દૂર કરવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો જેવી વ્યૂહાત્મક પહેલોને કારણે પણ દેશમાં ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસને વધુ વેગ મળ્યો છે. દેશના ટેલીકોમ સેક્ટરમાં પણ વર્ષ 2021માં ઉદારીકરણ જોવા મળતા તેમાં ઓટોમેટિક રૂટ મારફતે 100% વિદેશી રોકાણ માટે લીલી ઝંડી આપવામાં આવી હતી. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ સહિત ઓટોમેટિક રૂટ મારફતે વિદેશી રોકાણને મંજૂરી અપાઇ છે. અન્ય મુખ્ય સુધારાઓમાં સિંગલ બ્રાન્ડ રિટેલ ટ્રેડિંગ માટે લોકલ સોર્સિંગ ધોરણોને વધુ સરળ બનાવવા પણ સામેલ છે, જેને કારણે ડિજિટલ મીડિયામાં પણ હવે 26% સુધી વિદેશી રોકાણ કરી શકાશે અને સાથે જ વૈશ્વિક રોકાણકારોને આકર્ષિત કરવા માટે દેશના અવકાશ ક્ષેત્રમાં પણ ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવી છે. સરકાર વર્ષ 2019થી રાજ્ય અને જિલ્લા સ્તરે FDIના પ્રવાહ અંગેના રેકોર્ડને જાળવી રહી છે. અનેક સેક્ટર્સમાં સુધારાથી વિદેશી રોકાણ વધ્યું
વર્ષ 2014થી, અનેકવિધ સેક્ટર્સમાં નોંધપાત્ર સુધારાને પગલે પણ વિદેશી રોકાણ વધ્યું છે. દેશના સંરક્ષણ ક્ષેત્રમાં, વિદેશી રોકાણની મર્યાદા અગાઉના 26%થી વધારીને 49% કરવામાં આવી છે, જ્યારે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ ઓટોમેટિક રૂટ મારફતે 100% વિદેશી રોકાણને મંજૂરી આપવામાં આવી છે. તે જ રીતે દેશના ઇન્સ્યોરન્સ સેક્ટરમાં પણ વિદેશી રોકાણની મર્યાદા વધારીને 74% સુધી લઇ જવાઇ છે અને પેન્શન સેક્ટરમાં પણ વિદેશી રોકાણનો માર્ગ મોકળો બન્યો છે. આગામી સમયમાં પણ વધુ રોકાણ આકર્ષિત થશે
દેશના અનેકવિધ સેક્ટર્સમાં સુધારા ઉપરાંત દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો ઉપરાંત નિયમનકારી ધોરણો વધુ સરળ બનતા વધુને વધુ રોકાણ આકર્ષિત થઇ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments