back to top
Homeમનોરંજનમુકેશ ખન્નાએ સોનાક્ષીના ઉછેર પર ઉઠાવ્યા સવાલ:કહ્યું- એક્ટ્રેસ રામાયણ વિશે પણ નથી...

મુકેશ ખન્નાએ સોનાક્ષીના ઉછેર પર ઉઠાવ્યા સવાલ:કહ્યું- એક્ટ્રેસ રામાયણ વિશે પણ નથી જાણતી, અધૂરી જાણકારી માટે માત્ર માતા-પિતા જવાબદાર

એક્ટર મુકેશ ખન્ના અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. એક્ટરે તાજેતરમાં જ સોનાક્ષી સિંહા અને શત્રુઘ્ન સિંહા પર કટાક્ષ કર્યો હતો. સોનાક્ષીને રામાયણની જાણકારી નથી તે માટે તેણે એક્ટ્રેસના પિતા શત્રુઘ્ન સિંહાને જવાબદાર ગણાવ્યા છે. આજકાલ બાળકોને માર્ગદર્શનની ખૂબ જરૂર છે- મુકેશ
મુકેશ ખન્નાએ સિદ્ધાર્થ કન્નન સાથેની વાતચીતમાં કહ્યું- મને લાગે છે કે આજના બાળકોને માર્ગદર્શનની ખૂબ જરૂર છે. નવી પેઢીના બાળકો ભટકી રહ્યા છે. ગર્લફ્રેન્ડ- બોયફ્રેન્ડ સાથે ફરતી રહે છે. આજના બાળકો ઇન્ટરનેટના કારણે ભટકી રહ્યા છે. તેને તેના દાદા-દાદીના નામ પણ યાદ નથી. એક છોકરીને ખબર પણ ન હતી કે ભગવાન હનુમાન કોના માટે સંજીવની બુટી લાવ્યા હતા. જ્યારે તે છોકરી શત્રુઘ્ન સિંહાની પુત્રી છે. મુકેશ ખન્ના શત્રુઘ્ન સિંહા પર ગુસ્સે છે
આ વાતચીતની વચ્ચે જ તેને અટકાવવામાં આવ્યો અને પૂછવામાં આવ્યું કે શું તે સોનાક્ષી સિંહા વિશે વાત કરી રહ્યા છો. જેના પર મુકેશ ખન્નાએ કહ્યું- હા, હું સોનાક્ષીની જ વાત કરી રહ્યો છું અને તેની અધૂરી જાણકારી માટે તેના પિતા શત્રુઘ્ન સિંહા જવાબદાર છે. તેના ભાઈઓના નામ લવ અને કુશ છે અને ઘરનું નામ રામાયણ છે, તેમ છતાં તેને રામાયણનું કોઈ જ્ઞાન નથી. ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનું જ્ઞાન જરૂરી છે
મુકેશ ખન્નાએ આગળ કહ્યું- તે સમયે લોકો ખૂબ ગુસ્સે થયા હતા કે સોનાક્ષી આટલું જાણતી નથી, પરંતુ હું કહીશ કે આ તેની ભૂલ નથી, તેના પિતાની ભૂલ છે. તેઓએ તેમના બાળકોને આ કેમ ન શીખવ્યું? તેઓ આટલા આધુનિક કેમ બન્યા? જો હું આજે શક્તિમાન હોત, તો હું બાળકોને બેસીને ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મ વિશે શીખવતો. વર્ષ 2019માં એક્ટ્રેસને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો
આ આખો મામલો વર્ષ 2019માં શો ‘કૌન બનેગા કરોડપતિ’નો છે. શો દરમિયાન સોનાક્ષીને એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે ભગવાન હનુમાન કોના માટે સંજીવની બુટી લાવ્યા હતા? જેનો સોનાક્ષી જવાબ આપી શકી ન હતી. જવાબ ન આપવાના કારણે એક્ટ્રેસને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments