વિશ્વપ્રસિદ્ધ તબલાવાદક અને પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થયું છે. સોમવારે સવારે તેમના પરિવારે આ વાતની પુષ્ટિ કરી હતી. પરિવારના જણાવ્યા અનુસાર હુસૈન ઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસથી પીડિત હતા. પરિવારે જણાવ્યું કે તેઓ છેલ્લાં બે અઠવાડિયાથી સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં દાખલ હતા. જ્યારે તેમની તબિયત વધુ ખરાબ થતાં તેમને ICUમાં દાખલ કર્યા હતા. ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. ઝાકિરનો જન્મ 9 માર્ચ 1951ના રોજ મુંબઈમાં થયો હતો. ઉસ્તાદ ઝાકિર હુસૈનને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમના પિતાનું નામ ઉસ્તાદ અલ્લાહરખા કુરેશી અને માતાનું નામ બીવી બેગમ હતું. ઝાકીરના પિતા અલ્લાહરખા પણ તબલાવાદક હતા. ઝાકિર હુસૈને તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈના માહિમની સેન્ટ માઈકલ સ્કૂલમાંથી મેળવ્યું હતું. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી કર્યું હતું. 1973માં તેમણે પોતાનું પહેલું આલ્બમ ‘લિવિંગ ઇન ધ મટીરિયલ વર્લ્ડ’ લોન્ચ કર્યું. આ અગાઉ પત્રકાર પરવેઝ આલમે X (અગાઉના ટ્વિટર) પર ઝાકિર હુસૈનની એક તસવીર શેર કરી હતી. આ સાથે તેમણે લખ્યું હતું કે, ‘તબલાવાદક, તાલવાદક, સંગીતકાર, ભૂતપૂર્વ અભિનેતા અને મહાન તબલાવાદક અલ્લાહ રક્ખાના પુત્ર ઉસ્તાદ ઝાકિર હુસૈનની તબિયત સારી નથી.’ જોકે બાદમાં તેમના નિધનના સમાચાર પણ ફેલાયા અને તેમની હાલત સ્થિર હોવાની જાણકારી અપાઈ પણ હવે તેમના પરિવારે નિધનની પુષ્ટિ કરી દીધી છે. રવિવારે મોડી રાત્રે મૃત્યુના ખોટા સમાચાર આવ્યા તેમના મૃત્યુના સમાચાર પણ રવિવારે મોડી રાત્રે આવ્યા હતા. ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલયે પણ તેમના નિધન અંગે એક પોસ્ટ શેર કરી છે. પરંતુ બાદમાં તેને ડિલીટ કરી હતી. આ પછી ઝાકીરની બહેન અને ભત્રીજા આમિરે ઝાકિરના નિધનના સમાચારને ખોટા ગણાવ્યા હતા. માહિતી અને પ્રસારણ મંત્રાલયે પહેલાં મોતની જાણકારી આપી, પછી પોસ્ટ ડિલીટ કરી આઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસ ફેફસાનો રોગ
આઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસ ફેફસાને લગતો રોગ છે. આમાં, ફેફસાના પેશીઓને નુકસાન થાય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. શ્વાસ લેવામાં તકલીફ અને ગળામાં કફ એ તેનાં પ્રારંભિક લક્ષણો છે. ફેફસાની પેશીઓને નુકસાન થવાને કારણે, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન લોહી સુધી પહોંચતું નથી. જેના કારણે શરીરનાં અંગો સુધી ઓક્સિજન પહોંચવામાં સમસ્યા થાય છે અને ધીરે ધીરે અંગો પણ કામ કરવાનું બંધ કરી દે છે. ઉસ્તાદ ઝાકિર હુસૈન સપાટ જગ્યા જોઈને આંગળીઓ વડે ધૂન વગાડવા માંડતા
ઝાકિર હુસૈનને નાનપણથી જ ધૂન વગાડવાનો શોખ હતો. તે કોઈપણ સપાટ જગ્યા શોધી લેતા અને આંગળીઓ વડે ધૂન વગાડવાનું શરૂ કરતા. તપેલી, વાસણ અને થાળી તેમને જે મળતું તેના પર હાથ ફેરવવા લાગતા. ઝાકિર હુસૈન તબલાને ખોળામાં રાખતા હતા
શરૂઆતના દિવસોમાં ઉસ્તાદ ઝાકિર હુસૈન ટ્રેનમાં મુસાફરી કરતા હતા. પૈસાના અભાવે તે જનરલ કોચમાં ચડતા હતા. જો તેમને બેઠક ન મળે, તો તે ફ્લોર પર અખબારો ફેલાવીને સૂઈ જતા. આ સમયગાળા દરમિયાન તબલાને કોઈનો પગ ન અડે તે માટે તે તેને ખોળામાં લઈને સૂઈ જતા હતા. 12 વર્ષની ઉંમરે તેમને 5 રૂપિયા મળ્યા, જેની કિંમત સૌથી વધુ હતી
ઝાકિર હુસૈન જ્યારે 12 વર્ષના હતા ત્યારે તે તેમના પિતા સાથે કોન્સર્ટમાં ગયા હતા. પંડિત રવિશંકર, ઉસ્તાદ અલી અકબર ખાન, બિસ્મિલ્લાહ ખાન, પંડિત શાંતા પ્રસાદ અને પંડિત કિશન મહારાજ જેવા સંગીતના દિગ્ગજોએ તે કોન્સર્ટમાં હાજરી આપી હતી. ઝાકિર હુસૈન તેમના પિતા સાથે સ્ટેજ પર ગયા હતા. પ્રદર્શન પૂરું થયા બાદ ઝાકિરને 5 રૂ. મળ્યા હતા. એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું- મેં મારા જીવનમાં ઘણા પૈસા કમાયા છે, પરંતુ તે 5 રૂપિયા સૌથી કીમતી હતા. અમેરિકા પણ ઝાકિર હુસૈનને માન આપતું હતું
ઝાકિર હુસૈનનું વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકા દ્વારા પણ સન્માન કરવામાં આવતું હતું. 2016માં ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામાએ તેમને ઓલ સ્ટાર ગ્લોબલ કોન્સર્ટમાં ભાગ લેવા માટે વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપ્યું હતું. ઝાકિર હુસૈન આ આમંત્રણ મેળવનાર પ્રથમ ભારતીય સંગીતકાર હતા. શશિ કપૂર સાથે હોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું
ઝાકિર હુસૈને કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે 1983માં બ્રિટિશ ફિલ્મ હીટ એન્ડ ડસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં શશિ કપૂરે પણ કામ કર્યું હતું. ઝાકિર હુસૈને 1998માં આવેલી ફિલ્મ સાઝમાં પણ કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેમની સામે શબાના આઝમી હતી. આ ફિલ્મમાં ઝાકિર હુસૈને શબાનાના પ્રેમીની ભૂમિકા ભજવી હતી. ઝાકિર હુસૈનને પણ મુગલ-એ-આઝમ (1960) ફિલ્મમાં સલીમના નાના ભાઈની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તે સમયે તેમના પિતાએ તેમને મંજૂરી આપી ન હતી. તેઓ ઈચ્છતા હતા કે તેમનો પુત્ર માત્ર સંગીત પર જ ધ્યાન આપે.