back to top
Homeભારતકાલે પેલેસ્ટાઈન પછી આજે પ્રિયંકાનો બાંગ્લાદેશી પ્રેમ છલકાયો:સંસદમાં બાંગ્લાદેશવાળું બેગ લઈ પહોંચ્યા,...

કાલે પેલેસ્ટાઈન પછી આજે પ્રિયંકાનો બાંગ્લાદેશી પ્રેમ છલકાયો:સંસદમાં બાંગ્લાદેશવાળું બેગ લઈ પહોંચ્યા, નેતાઓ સાથે મળીને ‘ભારત સરકાર ભાન’માં આવોના નારા લગાવ્યા

કેરળના વાયનાડથી લોકસભા સાંસદ પ્રિયંકા ગાંધી સોમવારે સંસદમાં ‘પેલેસ્ટાઇન’વાળી બેગ લઈને પહોંચ્યા હતા. ત્યાં જ, મંગળવારે પ્રિયંકા ગાંધી બાંગ્લાદેશના લઘુમતીઓનો અવાજ ઉઠાવવા બેગ લઈને પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધીના બાંગ્લાદેશવાળા બેગ પર લખ્યું છે- બાંગ્લાદેશના હિન્દુ અને ઈસાઈઓ સાથે ઊભા રહો. પ્રિયંકા ગાંધી સિવાય કોંગ્રેસના અન્ય સાંસદોએ પણ સંસદની બહાર બાંગ્લાદેશના લઘુમતીઓના પક્ષમાં પ્રદર્શન કર્યું. સાથે જ, ભારત સરકાર ભાનમાં આવો અને બાંગ્લાદેશના લઘુમતીઓને ન્યાય આપોના નારા લગાવ્યા. પ્રિયંકા ગાંધી સાથે થોડાં સાંસદોએ સંસદના મકર દ્વાર પર બાંગ્લાદેશના મુદ્દાને લઈને પ્રદર્શન કર્યું. આ દરમિયાન તે બધાના હાથમાં બાંગ્લાદેશના લઘુમતીઓ સાથે ઊભા રહેવાની માગ કરતી બેગ પણ હતી. પ્રિયંકા ગાંધી અને અન્ય સાંસદોએ એકઠા થઈને ‘કેન્દ્ર સરકાર જવાબ આપો’ અને ‘વી વોન્ટ જસ્ટિસ’ જેવી નારેબાજી કરી હતી. ગઈકાલે પેલેસ્ટાઇનના મુદ્દે પ્રિયંકા ગાંધી ઘેરાયા
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી સોમવારે પેલેસ્ટાઇનના સમર્થનવાળી બેગ લઈને સંસદ પહોંચ્યાં હતાં. તેમની બેગ પર લખ્યું છે – ‘પેલેસ્ટાઇન આઝાદ થશે.’ હેન્ડબેગ પર શાંતિનું પ્રતીક, સફેદ કબૂતર અને તરબૂચની તસવીર પણ હતી. એને પેલેસ્ટિનિયન એકતાનું પ્રતીક માનવામાં આવે છે. એક તરફ જ્યાં ભાજપ નેતાઓએ પ્રિયંકા ગાંધી ઉપર સવાલ ઊભા કર્યા છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી નેતાઓએ તેમનો બચાવ કર્યો છે. કેન્દ્રીય મંત્રી બીએલ વર્માએ પ્રિયંકા ગાંધી વાડ્રાના પેલેસ્ટાઇનવાળા બેગ પર કહ્યું કે તેઓ મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, પ્રિયંકા હોય કે રાહુલ ગાંધી, આ લોકો વિદેશમાં જઈને વિદેશી વસ્તુઓનો વધારે પ્રચાર કરે છે. સોમવારે જ્યારે વિજય દિવસ હતો ત્યારે તેઓ વિજય દિવસની બેગ લઈને કેમ ના આવ્યા? ભાજપના રાજ્યસભા સાંસદ દિનેશ શર્માએ કહ્યું, ગાંધી પરિવારના ત્રણ સભ્યોની માનસિકતા વિદેશી વિચાર, વિદેશી મુખોટાને દર્શાવે છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી બનવારી લાલ વર્માએ કહ્યું, પ્રિયંકા ગાંધી પેલેસ્ટાઇનનું બેગ લઈને આવ્યા છે, તેમણે ભારતનું બેગ લઈને આવવું જોઈએ. ચર્ચા વિનાના મુદ્દાને લાવીને તેઓ માત્ર નાટક કરી રહ્યા છે. જ્યારે પ્રિયંકાને બેગ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું- મારા વિચારો શું છે એ મેં ઘણીવાર કહ્યું છે. હું કેવાં કપડાં પહેરું એ કોણ નક્કી કરશે? આ તો વર્ષોથી ચાલી આવી રહેલી રૂઢિચુસ્ત પિતૃસત્તા જેવું છે, જે સ્ત્રીઓએ શું પહેરવું જોઈએ અને શું નહીં. હું એમાં માનતી નથી, હું જે ઈચ્છું એ પહેરીશ. બેગ પર પેલેસ્ટાઇન પ્રતીક પેલેસ્ટાઇનનાં 8 પ્રતીક છે, જે તેમની ઓળખ અને ઇઝરાયલનો વિરોધ દર્શાવે છે. પ્રિયંકા જે બેગ લાવ્યાં હતા, તેમાં તરબૂચ, ઓલિવની ડાળી, પેલેસ્ટાઈન ભરતકામ અને શાંતિના પ્રતીક તરીકે કબૂતરનું ચિંત્ર હતું. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે 1 વર્ષથી યુદ્ધ ચાલુ, 45 હજારથી વધુનાં મોત ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલના હુમલામાં અત્યારસુધીમાં 45 હજારથી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. ઇઝરાયલના હુમલામાં અત્યારસુધીમાં હમાસના બે વડા ઈસ્માઈલ હાનિયા અને યાહ્યા સિનવાર માર્યો ગયો છે. ત્યારથી ગાઝામાં હમાસના કોઈ નવા નેતાની જાહેરાત કરવામાં આવી નથી. આ સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments