back to top
Homeગુજરાતમહીસાગર જિલ્લાની શાળામાં ભાડૂતી શિક્ષિકા ઝડપાઇ:આચાર્યએ કહ્યું- SMCની મંજૂરીથી ફ્રીમાં સેવા આપતી...

મહીસાગર જિલ્લાની શાળામાં ભાડૂતી શિક્ષિકા ઝડપાઇ:આચાર્યએ કહ્યું- SMCની મંજૂરીથી ફ્રીમાં સેવા આપતી હતી; અધ્યક્ષે ખુલાસો કર્યો ‘આવો કોઈ ઠરાવ નથી થયો’

મહીસાગર જિલ્લાની એક એવી પ્રાથમિક શાળા કે જ્યાં ભૂતિયા શિક્ષક હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અહી શાળામાં શિક્ષકની જગ્યાએ ગામના જ એક બેન શાળામાં આવીને બાળકોને શિક્ષણ આપતાં હોવાની ઘટના સામે આવી છે. લુણાવાડા તાલુકાની તણછીયા પ્રાથમિક શાળા કે જ્યાં શિક્ષકની જગ્યાએ ગામના એક બેન શાળામાં બાળકોને અભ્યાસ કરાવતા હતા. ત્યારે આ સમગ્ર ઘટના મીડિયાના માધ્યમથી બહાર આવતા દિવ્ય ભાસ્કર ટીમ તણછીયા પ્રાથમિક શાળા ખાતે પહોંચી હતી. જ્યાં આજે બે શિક્ષક હાજર હતા. અહીંયા 1થી 5 ધોરણની શાળા છે. જેમાં કુલ 20 જેટલા બાળક અભ્યાસ કરે છે અને બે શિક્ષક ફરજ બજાવે છે. જેમાં મુકેશભાઈ પટેલ મુખ્ય શિક્ષક અને બીજા શિક્ષક ગૌરવભાઈ પટેલ, આ બન્ને શિક્ષકો અહીંયા ફરજ બજાવે છે, પંરતુ મુકેશભાઈની જગ્યાએ એક બેન અહીંયા બાળકોને ભણાવવા આવતાં હોવાની વિગત સામે આવી હતી. શિક્ષક મુકેશભાઈ પટેલને આ અંગે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, મારા પર થયેલા આરોપ ખોટા છે. અહીંયા બેન 20થી 25 દિવસથી ભણાવવા આવતા હતા. તેમનું નામ પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, તેમનું નામ જીનલબેન પટેલ છે અને આ ગામના જ છે. SMCની સૂચના હતી કે, એમને ઈચ્છા છે એટલે એમને માનદ્ સેવા આપવી હોય તો તમને એન્ટ્રી આપવામાં શું વાંધો છે એ ફિક્સ ટાઇમ નહિ આવી શકે પણ સેવા આપશે. મેં કીધું સરકારના નિયમ વિરુદ્ધ છે, છતાં એમને કાયમ આવવું નથી એને એ થોડાં સમય માટે આવવાના છે એટલે SMCની સૂચનાને માન આપી મેં કીધુ ભલે એમને અનુકૂળતા આવે મને વાંધો નથી. વધુમાં તેમણે એ પણ કહ્યું તે, મારે સરકારમાં, તાલુકા અને જિલ્લામાં જાણ કરવાની જ હતી. આપ હાજર નોહતા રહેતા અને આપની જગ્યાએ આ બેન અહીંયા ભણાવતા હતા, તે અંગે પૂછતાં તેઓએ જણાવ્યું કે, એ આપ તપાસ કરી શકો છો. અત્યારે લોકેશન સિસ્ટમ થઈ ચૂકી છે અને લોકેશન પરથી જ ખબર પડી જાય છે. સત્યની તપાસ થવી જોઈએ. આપ તપાસ કરી શકો છો. SMCમાં આવો કોઈ ઠરાવ થયો હોવા અંગે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે એ બધું પ્રૂફ સાથે તમે કહેતા હોય તો હું રજૂ કરીશ. SMC અધ્યક્ષ પટેલીયા ગીરીશભાઈએ જણાવ્યું હતું કે, SMC એ કોઈ મંજૂરી નથી આપી. એવો કોઈ ઠરાવ પણ થયો નથી અને અમે સહી પણ કરી નથી. સાહેબ રેગ્યુલર આવે છે. સવારે આવે છે મારું ઘર પહેલું જ છે એટલે હું જોવું છું. સાહેબ આવે છે સ્કૂલમાં પછી હું મારી રીતે દુકાને જતો રહું છું. રાજેશ પટેલ ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી લુણાવાડાએ જણાવ્યું હતું કે, તણછીયા શાળાની મીડિયાના માધ્યમથી મેને કાલે જાણ થી છે. એ બાબતે હું તપાસ કરીશ અને એનો ચોક્કસ રિપોર્ટ કરીશ. આ બાબતે મારી પાસે કોઈ રજૂઆત નથી આવી. ખાલી મેં કાલે મીડિયાના માધ્યમથી જાણ્યું છે, એટલે હું એની તપાસ કરીશ. આ કક્ષાએથી આ બેનને કોઈ મંજૂરી આપેલી નથી. આ બાબતે મને કોઈ પ્રકારે જાણ કરેલી નથી. અમે તપાસ કરીએ સાચી મેટર જાણીએ પછી એનો જવાબ કરીએ. તપાસનો આદેશ આવે એટલે અમે નિષ્પક્ષ સચોટ કારણ જાણી અમે એની તપાસ કરીશું. જીનલબેન પટેલે જણાવ્યું હતું કે, મેં બી.એ,એમ.એ અભ્યાસ કરેલો છે અને મારે બી.એડમાં એડમીશન લેવાનું હતું, એ માટે છોકરાને ભણાવવા જતી હતી. પ્રિન્સીપાલ રોજ શાળામાં આવતા હતા. પગાર નોહતી લેતી, ખાલી બાળકોને ભણાવવા માટે જતી હતી. બાળકોને ભણાવવામાં મને ઈનટ્રસ્ટ હતો એટલે જતી હતી. છેલ્લા 20થી 25 દિવસથી હું ભણાવવા જતી હતી. હું ગધનપુર ગામની છું. સ્કૂલ નજીકમાં છે. સરપંચે ભલામણ કરી હતી અને SMCના કહેવાથી ગઈ હતી. બીજી તરફ શિક્ષક મુકેશભાઈ પોતાના પર લાગેલા આક્ષેપોને ખોટા ગણાવીને કહી રહ્યા છે કે, SMCની સૂચના આધારે એમને આવવા દીધા હતા. સરકારમાં હવે જાણ કરવાની હતી. ત્યારે સમગ્ર મામલે શિક્ષણ વિભાગ કડક તપાસ કરે અને કાર્યવાહી કરે તો સત્ય બહાર આવી શકે તેમ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments