વર્ષ 2023માં ભાવનગરના પાલીતાણા ગ્રામ્ય પોલીસ મથકે બે આરોપીઓ સામે 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને બાળકોના જાતીય શોષણ અંગેના ગુન્હા અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. જે સંદર્ભે એક આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી મૂકી હતી. જેમાં તેને મોટો દાવો કરતા જણાવ્યું હતું કે, સગીરાના આ કેસમાં ગર્ભવતી બની હતી. પરંતુ તેના ગર્ભના DNA સાથે આરોપીના DNA મેચ થતાં નથી એટલે સગીરાના બાળકનો તે પિતા નથી. જો કે હાઇકોર્ટે આરોપીના જામીન ફગાવી દેતાં નોધ્યું હતું કેસ આરોપીએ સગીરા સાથે ગર્ભાવસ્થા દરમિયાન સંબંધ બાંધ્યો છે, ત્યારે DNA રીપોર્ટનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ભાવનગરમાં સગીરા પર દુષ્કર્મ ગુજારાયું હતું
કેસને વિગતે જોતા અમદાવાદની એક વિખ્યાત સામાજિક સંસ્થામાં પીડિત સગીરા અનાથ તરીકે રહેતી હતી. તેણે અમદાવાદમાં ધોરણ 08 સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આગળનો અભ્યાસ કરવા તે ભાવનગર ગઈ હતી. તે જે શાળામાં અભ્યાસ કરતી હતી. તે વિસ્તારમાં રહેતા જ એક આરોપીએ તેની કુમળી ઉંમરનો લાભ ઉઠાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધીને તેને ગર્ભવતી કરી નાખી હતી. જ્યારે સગીરા વર્ષ 2023ના દિવાળી વેકેશનમાં પરત અમદાવાદ સામાજિક સંસ્થામાં આવી. ત્યારે અંહીંના હોદ્દેદારોને આ બાબતે ખબર પડી હતી. તેમને આ અંગે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. HCના આદેશથી ગર્ભપાત કરાયો હતો
સગીરાના પોલીસ નિવેદનમાં તેને પોતાની ભાવનગરની શાળામાં મિસ્ત્રી તરીકે કામ કરતા મૂળ વલસાડના એક 40 વર્ષથી આરોપીનું નામ પણ આપ્યું હતું. જેને સગીરાની કુમળી ઉંમરનો ગેરલાભ ઉઠાવનાર બીજો આરોપી હતો. આ આરોપીએ ગર્ભાવસ્થા દરમિયાન સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરા ગર્ભવતી થતાં અમદાવાદની સંસ્થા દ્વારા તેના ગર્ભપાત માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટ તેને મંજૂરી આપી હતી. સાથે જ સગીરાના ગર્ભના DNA જાળવી રાખવા પણ હુકમ કર્યો હતો.