રાજ્યમાં આવનારી નગર પાલિકાઓ અને ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી પૂર્વે રાજ્યમાં આંતરિક બદલીનીઓની સિઝન શરૂ થઈ છે. આજે રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વલસાડના TDO સહિત રાજ્યમાંથી 26 જેટલા TDOની આંતરિક બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. વલસાડ TDO મહેન્દ્ર ચૌધરીને બનાસકાંઠાના ધાનેરા TDO તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠાના ધાનેરાના TDO રાજેશ ધનગરની બદલી વલસાડ TDO તરીકે કરવામાં આવી છે. અચાનક બદલીની જાહેરાત વલસાડ TDO સહિત 26 TDOની આંતરિક બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો હતો. અચાનક TDOની બદલીના આદેશની જાહેરાત થતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના 26 જેટલા TDOની બદલીનો ગંજીપો ચીપ્યો છે.