નવસારી જિલ્લાના નેશનલ હાઇવે નંબર 48 પાસેના આમડપોર પાસે અકસ્માત થયો હતો, જેમાં બેકાબુ ટેમ્પો ચાલાકે વાહન સીધું જ રેસ્ટોરન્ટમાં ભરાયું હતું.જેમાં રેસ્ટોરન્ટના શેડને નુકસાન થયું હતું આ મામલે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં જાણવા જોગ દાખલ કરવાની તજવીજ શરૂ થઈ છે. ગત મોડી રાત્રે ટેમ્પો હાઇવે ઉપરથી પસાર થઈ રહ્યો હતો અને એકાએક સર્વિસ રોડની બાજુમાં આવેલા રેસ્ટોરન્ટમાં ટેમ્પો ઘૂસી જતા રેસ્ટોરન્ટમાં નાસ્તો કરી રહેલા લોકોમાં ભય વ્યાપી ગયો હતો. અકસ્માતની સમગ્ર ઘટના CCTV માં કૈદ થવા પામી હતી, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટેમ્પો રોડ ઉપર જઈ રહ્યો હતો અને બેકાબૂ બનીને રેસ્ટોરન્ટમાં ઘૂસી ગયો હતો. આ સમગ્ર ઘટનામાં રેસ્ટોરન્ટને શેડને થોડું નુકસાન થવા પામ્યું છે. પરંતુ કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ નથી, સદ્નસીબે મોટો અકસ્માત ટળ્યો હતો, જેથી રેસ્ટોરન્ટ સંચાલકને હાશકારો થયો છે, નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ટેમ્પાનો ડ્રાઇવર હાજર થતા પોલીસે અકસ્માતને લઈને તપાસ શરૂ કરી છે.