back to top
Homeગુજરાતટેન્કરમાંથી ડીઝલની ધાર થતાં ભડકો, VIDEO:ડમ્પરે લક્ઝરીને ચીરી નાખી, 6નાં મોત, એસટી...

ટેન્કરમાંથી ડીઝલની ધાર થતાં ભડકો, VIDEO:ડમ્પરે લક્ઝરીને ચીરી નાખી, 6નાં મોત, એસટી બસમાં ડ્રાઈવરે ફાંસો ખાધો, બે દિવસ કાતિલ કોલ્ડવેવની આગાહી

ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ ભરૂચના ઝઘડિયા જીઆઇડીસીમાં 10 વર્ષની બાળકી પર નજીકમાં જ રહેતા 36 વર્ષના શખસે દુષ્કર્મ આચર્યું. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. ડમ્પર અને લક્ઝરી બસની ટક્કરમાં 6 લોકોનાં મોત ભાવનગર નજીક ત્રાપજ પાસે હાઈવે પર રોડની સાઇડમાં ઊભેલા ડમ્પર ટ્રકની પાછળ ખાનગી બસ અથડાતાં ગોઝારો અકસ્માત સર્જાયો, જેમાં ભાઈ-બહેન સહિત 6 લોકોનાં મોત નીપજ્યાં, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે.. અમદાવાદ મનપાની કાશ્મીર સ્ટડી ટૂર વિવાદમાં ઘેરાઈ અમદાવાદ મનપાની કાશ્મીર ટૂર પર ભાજપના જ મિલિન્દ શાહે સવાલ ઉઠાવ્યા. 2 કરોડની આ ટૂર પ્રજાના પૈસે તાગડધિન્ના હોવાનું કહી તેમણે ટૂરમાં જનાર કોર્પોરેટરને પત્ર લખી સવાલો કર્યા. આગામી 48 કલાક કચ્છમાં કોલ્ડવેવની આગાહી કચ્છમાં આગામી 48 કલાક કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.10 વર્ષમાં પ્રથમવાર રાજકોટમાં શીતલહેરનો અનુભવ થયો. નલિયા બાદ સિઝનની સૌથી વધુ ઠંડી રાજકોટમાં નોંધાઈ. એસટી બસના ડ્રાઇવરે બસમાં જ ફાંસો ખાઈ આત્મહત્યા કરી દાહોદમાં એસટી બસના ડ્રાઈવરે બસમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. પેસેન્જર્સને ઉતાર્યા પછી બસના હૂકમાં લુંગી ભરાવી ફાંસો ખાઈ લીધો. પરિવારજનોએ ડેપો મેનેજરના ત્રાસથી ડ્રાઈવરે આ પગલું ભર્યાનો આક્ષેપ કર્યો. ખ્યાતિકાંડ બાદ હવે બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવવાનું કૌભાંડ ખ્યાતિ કાંડ બાદ હવે રૂ.1500માં બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું. સરકારી પોર્ટલની ટેક્નિકલ ખામીનો દુરુપયોગ કરી 1500થી વધુ કાર્ડ બનાવાયાં હતાં, જેમાં 10 લોકો સામે ગુનો નોંધાયો છે. આપના ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત આપના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસ સ્ટેશન હાજર થવા જતા સમયે અટકાયત કરી લેવાઈ. ચૈતર વસાવા સામે રાજપારડી અને અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, એને લઈને તેઓ પોલીસ સ્ટેશન હાજર થવા જઈ રહ્યા હતા એ દરમિયાન નવાગામ પાસે તેમની અટકાયત કરી લેવામાં આવી છે. વધુમાં ચૈતર વાસાવાએ પોલીસ ભાજપની એજન્ટ બનીને કામ કરતી હોવાનું કહી રોષ વ્યક્ત કર્યો હતો. ગાંધીધામ- ભચાઉ NH પર ટેન્કરમાંથી ડીઝલની ધાર વહી ભચાઉ ગાંધીધામ વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH) ઉપર આજે મંગળવાર બપોરે 12 વાગ્યાની આસપાસ ટ્રેલર અને ટેન્કર વચ્ચે અકસ્માતની ઘટના સર્જાતાં વાહનવ્યવહારને અસર પહોંચી છે. ગાંધીધામ તરફથી ભચાઉ બાજુ આગળ વધતું કન્ટેનર ટ્રેલર અચાનક બેકાબૂ બની પલટી જવા પામ્યું છે. એમાં ઓવરટેક કરતું ટેન્કર પર અડફેટે આવતા ટેન્કર તૂટી ગયું હતું. ભચાઉના ચોપડવા બ્રિજ પર પાછળ ટેન્કરમાંથી ડીઝલ વહ્યું હતું. જ્યારે ડીઝલ ઢોળાઈને રોડ પર જતાં ઓચિંતી આગ ભડકી હતી. રાજ્યના 26 TDOની બદલીના આદેશ અપાયા રાજ્યમાં IAS અને IPS અધિકારીઓની બદલી બાદ હવે તાલુકા વિકાસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો છે. પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા 26 TDOની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. ગુજરાત વિકાસ સેવા વર્ગ-2 તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં ફરજ બજાવતા 26 અધિકારીની બદલીનો આદેશ કરવામાં આવેલો છે 6 મહિના બાદ ફરી શરૂ કરાઈ અટલ એક્સપ્રેસ ટ્રેન રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ રાજ્યમાં એમ્યુઝમેન્ટ પાર્ક બંધ કરી દેવામાં આવ્યા હતા, જેને પગલે અમદાવાદના કાંકરિયા પરિસરમાં ચાલતી અટલ એક્સપ્રેસ ટ્રેન 6 મહિના બાદ આજે મંગળવારથી ફરી શહેરીજનો માટે અટલ- સ્વર્ણિમ એક્સપ્રેસ ટ્રેન ફરી શરૂ કરવામાં આવી છે. મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, મેયર પ્રતિભા જૈન સહિતના ભાજપના હોદ્દેદારોએ ઝંડી બતાવીને ટ્રેનને ફરી શરૂ કરાવી છે. મ્યુનિસિપલ સ્કૂલનાં બાળકોએ ટ્રેનમાં બેસીને મજા માણી હતી. કાંકરિયા પરિસરમાં ફરવા માટે આવતા સહેલાણીઓ આજથી આ ટ્રેનની સફરનો આનંદ માણી શકશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments