સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાની એક સગીરાને યુપીનો શાહજાપુરનો યુવક રાજકોટ મજૂરી કામ કરતો હોવાથી તેઓ બંને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા અને સંપર્કમાં બંનેને પ્રેમ થઈ જતાં યુવક લખતર તાલુકાની સગીરાને લોભામણી લાલચ આપી યુપીના શાહજાપુર ખાતે લઈ ગયો હતો. જ્યારે યુવતી સગીર વયની હોવાથી લગ્ન ના થઈ શકે તેમ હોય છતાં બંનેએ લગ્ન કરી લીધા હતા. જેમાં સગીરાના વાલી દ્વારા લખતર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવામાં આવી હતી. લખતર પોલીસ દ્વારા હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સોર્સ દ્વારા આરોપી અને ભોગ બનનારી યુવતીની શોધખોળ શરૂ કરી હતી. જેમાં આરોપી રાજકોટ ખાતે મજૂરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે ભોગ બનનારી સગીરા યુપીના શાહજાપુર ખાતે હોવાનું માલૂમ પડતાં લખતર પોલીસ યુપીના શાહજાપુર પહોંચી હતી અને ભોગ બનનારનો કબજો મેળવી લખતર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. બાદમાં રાજકોટ મજૂરી કરતા આરોપીની લખતર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ તમામ ઘટનાની તપાસ સુરેન્દ્રનગર ડીવાયએસપી દ્વારા ચલાવવામાં આવી રહી છે.