વડોદરા શહેરમાં 10 રૂપિયાના સિક્કા પાછળ માતાજી હોય એવા સિક્કા હોય તો વધારે રૂપિયા આપવાની લાલચ આપીને વિધિ કરાવવાના નામે બે મહિલાઓ પાસેથી ઠગ ટોળકીએ 5.27 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે કપુરાઈ અને વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા વૈકુંઠ -1માં રહેતા મહિલાએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી રીક્ષાવાળો, અશોકભાઇ, અરવિંદભાઇ અને બે અજાણ્યો ઇસમો 31 ઓક્ટોબરના રોજ મારા ઘરે આવ્યા હતા. આરોપીઓએ કહ્યું હતું કે, માસી તમારી પાસે રૂપિયાના સિક્કા પાછળ માતાજી હોય એવા સિક્કા હોય તો તમને પૈસા અપાવીશ, જેથી 10 રૂપિયાનો માતાજીવાળા સિકકો આપ્યો હતો. તે બાદ પુજામાં રોકડા 6400 રૂપિયા મુકાવ્યા હતા. તેઓએ મને જણાવ્યું હતું કે, તમે 1 લાખ રૂપિયા મુકો તો 10 લાખ રૂપિયા થઈ જશે, જેથી મેં 1 લાખ રૂપિયા મુક્યા હતા. જે રૂપિયા તેઓ સાથે લઇ ગયા હતા અને ડાકોર પાસે ઓડગામથી રણછોડપુરા ગામની નહેરમાં ખેતરમાં પુજા કરવા બહાને બોલાવી સ્ટીલમાં ડબ્બામાં રૂપિયા મુકી પુજા કરી ડબ્બાને લોક મારી આપ્યા હતા. તે બાદ પુજા વીધી બાકી છે જે વીધી પુરી કરવા 7 નવેમ્બરના રોજ 20 હજાર રૂપિયા તથા તારીખ 11 નવેમ્બરના રોજ રૂપિયા 50 હજાર અશોકભાઈને આપ્યા હતા અને 14 નવેમ્બરના રોજ ડબ્બો ખોલી જોતા તેમાં 3 નાળિયેર નીકળ્યા હતા. ડબ્બામાં રૂપિયા નહોતા. આ ઇસમો ઠગાઇ કરવાના બદઇરાદે રૂપિયા 1,76,400 લઇ ગયા હતા. વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં રહેતા વૃદ્ધ મહિલાએ વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી મહેશ, મહારાજ, 10 રૂપિયાની નોટ વાળા ભાઇ તથા બીજા બે અજાણ્યા ઇસમોએ મારી સાથે છેતરપિંડી કરી છે. 26 સપ્ટેમ્બરના રોજ હું વડોદરા એસ.ટી. ડેપો ખાતેથી શટલ રીક્ષામાં બેસી ન્યાયમંદિર ઉતરી હતી. રીક્ષાચાલક મહેશભાઇએ મારી પાસેથી મારો મોબાઇલ નંબર લીધો હતો અને ત્રીજા દિવસે ફોન કરીને કહ્યું હતું કે, હું તમારી જીંદગી બનાવી નાખીશ તેમ જણાવી એક ભાઇ પાસે રૂ.10ની ત્રણ આઠડાવાળી નોટ છે. તે નોટ લઈને પુજાવિધી કરાવવાનું જણાવીને માંડવી પુજા નામની દુકાન પાસે બોલાવી હતી અને રૂ.10ની નોટવાળા ઇસમની સાથે મળાવી હતી. તેઓએ ડભોઇ ખાતે વિધી કરાવી પૈસા પાડવાનું જણાવી ત્રીજા નોરતે આરોપી મહેશે ફરી ફોન કરી સોમા તળાવ બોલાવી હતી અને મને આરોપી મહેશ તથા રૂ.10ની નોટવાળા આરોપીભાઇ સાથે ડભોઇ ગયા હતા. ત્યાં પુજા કરવાવાળા મહારાજ અને અન્ય એક આરોપી મળ્યો હતો. જ્યાં વિધી કરી હતી, જેમાં મેં 850 રૂપિયા મુક્યા હતા અને મહારાજે વિમલનો થેલો ભરી પૈસા બતાવ્યા હતા અને કહ્યું હતું કે, તમને પૈસા જોઈતા હોય તો 2.50 લાખ રૂપિયા લઈ આવવા કહ્યું હતું અને ત્યારબાદ આરોપી મહારાજે ફરીને ફોન કરીને 3.50 લાખ રૂપિયા મંગાવ્યા હતા. ત્યારબાદ આરોપી મહેશે બોરસદ સુર્યમંદિર પાસે ચા વાળાની ઝુંપડી પાસે ફરી બોલાવી હતી, જ્યાં આરોપી મહેશ તથા રૂ.10ની નોટવાળો ઇસમ તથા રીક્ષામાં મહારાજ તથા અન્ય બે અજાણ્યા ભેગા થયા હતા. મહારાજ સ્ટીલનો ડબ્બો લઈને આવ્યો હતો. જેમાં તમામ રૂપિયા નાંખી દેવા કહ્યું હતું અને તે ડબ્બો મને પોતાના ઘરે રાખવા જણાવ્યું હતું અને આશરે એકાદ અઠવાડીયા પછી સ્ટીલનો ડબ્બો ખોલી જોતા ત્રણ નારિયેળ નીકળ્યા હતા અને ડબ્બામાં રૂપિયા નહોતા. આ ઇસમોએ મારી. સાથે ઠગાઇ કરવાના બદ ઇરાદે 3,50,850 રૂપિયાની ઠગાઈ કરી છે. વિશ્વામિત્રી નદીમાંથી મગરનો મૃતદેહ મળ્યો
વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી મગરનો મૃતદેહ મળી આવ્યો છે. મગરનું મોત કેવી રીતે થયું તે હજુ રહસ્ય છે. આ મામલે વન વિભાગની તપાસ બાદ જ મગરના મોતનું કારણ બહાર આવશે.