back to top
Homeગુજરાતભાસ્કર બ્રેકિંગ:હવેથી કાર્ડિયોલોજિસ્ટ, કાર્ડિયો થોરાસિક સર્જન રાખવા ફરજિયાત

ભાસ્કર બ્રેકિંગ:હવેથી કાર્ડિયોલોજિસ્ટ, કાર્ડિયો થોરાસિક સર્જન રાખવા ફરજિયાત

ખ્યાતિ હૉસ્પિટલના કૌભાંડ પછી PMJAY યોજના અંતર્ગત હૃદયરોગની સારવાર આપતી એમ્પેનલ હૉસ્પિટલો માટે રાજ્યના આરોગ્ય વિભાગે અલાયદી માર્ગદર્શિકા તૈયાર કરી છે. તેમાં હૃદયરોગની સારવાર કરતી હૉસ્પિટલોમાં ફરજિયાત ફૂલટાઇમ કાર્ડિયોલોજિસ્ટ અને કાર્ડિયો વાસ્ક્યુલર થોરાસિક સર્જન રાખવા પડશે. આ સિવાય એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિની સીડી દર્દીનાં સગાંની સાથે આરોગ્ય વિભાગને પણ આપવી પડશે. મહત્ત્વનું છે કે ખ્યાતિકાંડ થયો તે પહેલાં હૃદયરોગના નિષ્ણાત ડૉક્ટરો એમ્પેનલ થયેલી 3 હૉસ્પિટલોમાં સેવા આપી શકતા હતા. પણ હવેથી ફૂલટાઇમ ડૉક્ટરો રાખવાની સૂચના અપાઈ છે. ઇમરજન્સીના કિસ્સામાં હૉસ્પિટલને ફક્ત એન્જિયોપ્લાસ્ટી કરવાની જ મંજૂરી અપાશે, સર્જરી નહીં કરી શકે. જોકે, તેના પુરાવા આરોગ્ય વિભાગને આપવા પડશે. આ સિવાય હૃદયની સારવાર માટે એમ્પેનલ હૉસ્પિટલમાં કાર્ડિયાક ઓપરેશન થિયેટર હોવું ફરજિયાત છે. હૃદયરોગની સારવાર આપતી હૉસ્પિટલમાં ઓછામાં ઓછાં 2 વેન્ટિલેટર સાથે આઇસીસીયુ અથવા એમઆઇસીયુ અથવા આઇસીયુ સેન્ટ્રાલાઇઝ ઑક્સિજન સપ્લાય સાથે હોવાં ફરજિયાત છે. નવી માર્ગદર્શિકાને કારણે નાનાં શહેરો અને ગામડાંના લોકોને સૌથી વધુ તકલીફ પડશે
યોજનાના અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે પહેલાં હૃદયરોગના નિષ્ણાત ડૉક્ટરો એમ્પેનલ 3 હૉસ્પિટલોમાં સેવા આપી શકતા હતા. નવી માર્ગદર્શિકા પ્રમાણે એક જ હૉસ્પિટલમાં ફૂલટાઇમ ડૉક્ટર રાખવાની સૂચનાને કારણે ઘણી બધી હૉસ્પિટલોમાં દર્દીઓને સારવાર નહીં મળી શકે. અમદાવાદ, સુરત જેવાં શહેરોમાં ડૉક્ટરોની ઘટ સર્જાવવાની શક્યતા ઓછી છે પણ ગુજરાતમાં કાર્ડિયોલોજી અને કાર્ડિયો વાસ્ક્યુલર થોરાસિક સર્જનની સંખ્યા ઓછી હોવાને કારણે નાનાં શહેરો અને ગામડાંના દર્દીઓને તકલીફ પડવાની શક્યતા છે. તેથી તેઓને ફરજિયાતપણે મોટા શહેરમાં સારવાર લેવા માટે આવવું પડશે. આ ઉપરાંત હોસ્પિટલોમાં વેઇટિંગ પણ થવાની શક્યતા ખરી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments