back to top
Homeદુનિયાભારત જેટલો ટેક્સ લગાવશે, અમે પણ તેટલો જ વસૂલ કરીશું:ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટ...

ભારત જેટલો ટેક્સ લગાવશે, અમે પણ તેટલો જ વસૂલ કરીશું:ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટ શબ્દોમાં ભારતને ધમકી, કહ્યું- હવે Tit for Tat થશે

અમેરિકામાં સત્તામાંથી બહાર થઈ રહેલા રાષ્ટ્રપતિ જો બાઈડનની સરકારે કહ્યું છે કે તે ભારત સાથે અમેરિકાના સંબંધોને મજબૂત સ્થિતિમાં છોડીને જઈ રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદે રહેવા દરમિયાન પણ આ સંબંધો મજબૂત રહેશે. ટ્રમ્પ ભારત સાથે સંબંધોને આગળ વધારશે. બાઈડન સરકારમાં નાયબ વિદેશ મંત્રી કર્ટ કેમ્પબેલે મંગળવારે એક કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે અમે છેલ્લા કેટલાક મહિનામાં ભારત સાથે સંબંધોને મજબૂત કરવા માટે કામ કર્યું છે. અગાઉ પણ બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય વાતચીત થઈ છે. તેમાં ડેલાવેરમાં યોજાનારી ક્વાડ સમિટનો પણ સમાવેશ થાય છે. કેમ્પબેલે કહ્યું કે અમે ઉદ્યોગ, ટેકનોલોજી અને સંરક્ષણ ક્ષેત્રે ભારતના સંબંધોને અત્યાર સુધીની સૌથી મજબૂત સ્થિતિમાં લઈ ગયા છીએ. બંને દેશ હવે સ્પેસ સેક્ટર માટે પણ સાથે મળીને કામ કરી રહ્યા છે. ભારત પર ટેરિફ વધારવાની ટ્રમ્પની ધમકી અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર ટેરિફ વધારવાની ધમકી આપી છે. ટ્રમ્પે મંગળવારે કહ્યું કે જો ભારત અમેરિકા પર ટેરિફ લાદશે તો તેના જવાબમાં અમે પણ ભારત પર સમાન ટેરિફ લગાવીશું. ટ્રમ્પે કહ્યું કે ભારત અને બ્રાઝિલ એવા દેશોમાં સામેલ છે જે અમેરિકન સામાન પર સૌથી વધુ ટેરિફ લાદે છે. ટ્રમ્પે કહ્યું કે જો અમે તેમને કોઈ સામાન મોકલીએ તો તેઓ તેના પર 100% અને 200% ટેરિફ લાદે છે. જો તેઓ ટેરિફ લાદવા માંગતા હોય તો ઠીક છે, અમે પણ તેમના પર સમાન ટેરિફ પણ લાદીશું. ટ્રમ્પ સિવાય તેમના વહીવટમાં વાણિજ્ય સચિવ હાવર્ડ લુટનિકે કહ્યું કે તમે અમારી સાથે જેવું વર્તન કરશો. તમારી સાથે પણ એવું જ વર્તન થશે. પન્નુ અને અદાણી કેસ ભારત-અમેરિકા સંબંધોમાં પડકાર બાઈડન પ્રશાસને મંગળવારે કહ્યું કે બે ચાર્જથીટને કારણે ભારત-અમેરિકાના સંબંધોને પડકારોનો સામનો કરવો પડ્યો છે. જો કે, બંને દેશો સફળતાપૂર્વક તેમનો સામનો કરશે. આ બે ચાર્જશીટમાંથી પહેલી ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નુ અને બીજી બિઝનેસમેન ગૌતમ અદાણી મામલે છે. પન્નુ કેસમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે એક ભારતીય અધિકારી પર પન્નુની હત્યાના કાવતરામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. બીજી ચાર્જશીટમાં અબજોપતિ ગૌતમ અદાણી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યા છે. આ બંને ચાર્જશીટ ન્યૂયોર્ક કોર્ટમાં રજુ કરવામાં આવી છે. બાઈડન પ્રશાસનના એક અધિકારીએ કહ્યું કે આ અંગે બંને દેશો વચ્ચે મહત્વની ચર્ચા થઈ છે. મને વિશ્વાસ છે કે અમે પરિસ્થિતિને સારી રીતે સંભાળી લઈશું. ભારત-અમેરિકા સંબંધો સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો… ટ્રમ્પ અમેરિકામાંથી 18 હજાર ભારતીયોને હાંકી કાઢશેઃ તેઓ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ છે, તેમની પાસે કાગળો નથી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનતા જ ભારતીય ઈમિગ્રન્ટ્સની મુશ્કેલીઓ વધી શકે છે. લગભગ 18 હજાર ભારતીયોને ત્યાંથી બહાર કરી શકાય છે. આ તમામ લોકો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ છે જેમની પાસે યુએસ નાગરિકતા નથી, અને તેમની પાસે ત્યાંની નાગરિકતા મેળવવા માટે યોગ્ય ડોક્યુમેન્ટ પણ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments