back to top
Homeભારતભાજપ ગડકરી-સિંધિયા સહિત 20 સાંસદોને નોટિસ આપશે:વન નેશન-વન ઈલેક્શન બિલના મતદાન દરમિયાન...

ભાજપ ગડકરી-સિંધિયા સહિત 20 સાંસદોને નોટિસ આપશે:વન નેશન-વન ઈલેક્શન બિલના મતદાન દરમિયાન ગૃહમાં હાજર નહોતા, પાર્ટી કારણ પૂછશે

ભારતીય જનતા પાર્ટી (BJP) કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, જ્યોતિરાદિત્ય સિંધિયા અને ગિરિરાજ સિંહ સહિત 20 સાંસદોને નોટિસ મોકલી શકે છે. મંગળવારે ‘એક દેશ, એક ચૂંટણી’ (ONOE) બિલની રજૂઆત દરમિયાન લોકસભામાં હાજર નહોતા તેવા તેના સાંસદોને ભાજપ નોટિસ આપશે. ભાજપે વ્હીપ જાહેર કર્યો હતો અને બિલની રજૂઆત દરમિયાન પક્ષના તમામ સાંસદોને લોકસભામાં હાજર રહેવા સૂચના આપી હતી. આનો અનાદર કરવા બાબતે સાંસદોને નોટિસ મોકલીને કારણ પૂછવામાં આવશે. જો કે, આ તમામ સાંસદોએ પાર્ટીને તેમની ગેરહાજરી અંગે અગાઉથી જાણ કરી હતી કે કેમ તે અંગે હજુ સુધી પુષ્ટિ થઈ નથી. આ સાંસદો ગેરહાજર રહ્યા હતા
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, નીતિન ગડકરી, જ્યોતિરાદિત્ય સિંધિયા અને સીઆર પાટીલ, શાંતનુ ઠાકુર, જગદંબિકા પાલ, બીવાય રાઘવેન્દ્ર, વિજય બઘેલ, ઉદયરાજે ભોસલે, જગન્નાથ સરકાર, જયંત કુમાર રોય, વી સોમન્ના, ચિંતામણિ મહારાજ સહિત કુલ 20 સાંસદો ગૃહમાં હાજર ન હતા. વન નેશન વન ઈલેક્શન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું એક દેશ, એક ચૂંટણી માટે 129મું બંધારણ (સુધારો) બિલ મંગળવારે એટલે કે 17મી ડિસેમ્બરના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. બિલ માટે સૌપ્રથમ ઈલેક્ટ્રોનિક મતદાન કરવામાં આવ્યું હતું. કેટલાક સાંસદોના વાંધા બાદ ​​​​​​​મતમાં ફેરફાર કરવા માટે ફરીથી સ્લિપ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. બિલ રજૂ કરવાના પક્ષમાં 269 મત અને વિપક્ષમાં 198 મત પડ્યા હતા. અમિત શાહે ગૃહમાં કહ્યું કે જ્યારે બિલ કેબિનેટમાં આવ્યું ત્યારે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી)ને મોકલવું જોઈએ. વિપક્ષ વિના એક દેશ, એક ચૂંટણી બિલ પસાર થઈ શકશે નહીં
એક દેશ, એક ચૂંટણી પર રચાયેલી રામનાથ કોવિંદ સમિતિને 47 રાજકીય પક્ષોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. જેમાંથી 32 પક્ષોએ સમર્થન આપ્યું હતું અને 15 પક્ષોએ વિરોધ કર્યો હતો. વિરોધ પક્ષો પાસે 205 લોકસભા સાંસદો છે. તેનો અર્થ એ છે કે I.N.D.I.A. ગઠબંધનના સમર્થન વિના બંધારણ સંશોધન બિલ પસાર થવું મુશ્કેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments