back to top
Homeગુજરાતમેટ્રો ટ્રેનની ટિકિટ હવે ઓનલાઇન મળશે:અમદાવાદ-ગાંધીનગરની મેટ્રોની ટિકિટ હવે એપથી બુક કરી...

મેટ્રો ટ્રેનની ટિકિટ હવે ઓનલાઇન મળશે:અમદાવાદ-ગાંધીનગરની મેટ્રોની ટિકિટ હવે એપથી બુક કરી શકાશે, જાણો બુકિંગની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનની શરૂઆત થયા બાદ વધુમાં વધુ મુસાફરો મેટ્રો ટ્રેનની સુવિધાનો લાભ મેળવી શકે તે માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મેટ્રો રેલવે સ્ટેશન પર મુસાફરોએ ટિકિટ લેવામાં ભીડનો સામનો ન કરવો પડે તે માટે હવે ઓનલાઈન ટિકિટ બુકિંગની પણ સુવિધા શરૂ કરવામાં આવી છે. મુસાફર ઘર બેઠા અમદાવાદ મેટ્રોની એપ પરથી ટિકિટ બુક કરી શકશે. જનરેટ થયેલી ટિકિટના આધારે જે તે રેલવે સ્ટેશન પર સ્કેન કરી આસાનીથી પ્રવેશ કરી શકશે. એપ પરથી મળશે ઓનલાઇન ટિકિટ
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા (GMRCL) થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ અને વાસણા APMCથી મોટેરા સ્ટેડિયમ અને ગાંધીનગર સેક્ટર 1 સુધી મેટ્રો રેલ સેવા શરૂ કરી છે. મેટ્રો ટ્રેનમાં લોકોની મુસાફરી સતત વધી રહી છે જેને ધ્યાનમાં રાખી હવે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા Ahmedabad Metro (Official) નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપમાં મુસાફરોને મુસાફરી માટેની માહિતીથી લઈને ઓનલાઈન ટિકિટ બુકિંગ સહિતની સુવિધાઓ આપવામાં આવી છે. મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવા માટે મુસાફરોએ રેલવે સ્ટેશન પરથી ટિકિટબારી પર જઈને ટિકિટ લેવાની હતી જોકે હવે એપ પરથી પણ લોકો ટિકિટ બુક કરી શકશે. મેટ્રો રેલની ઓફિશિયલ એપ પર સૌ પ્રથમ Book Ticketમાં ક્લિક કરતા કયા સ્ટેશનેથી કયા સ્ટેશન સુધી જવું છે તે સ્ટેશન સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ ટિકિટ લેવાની છે તે સિલેક્ટ કરીને કન્ફર્મ ટિકિટ પર ક્લિક કરવાથી કઈ તારીખની અને કેટલું ભાડું થયું તે દર્શાવવામાં આવશે. ઓનલાઇન પેમેન્ટ માટે તેમાં ક્લિક કરતાની સાથે જ UPI પેમેન્ટ કરવાનું હોય તેમાં માહિતી નાખ્યા બાદ તરત જ ઓનલાઇન પેમેન્ટ થઈ જશે અને ટિકિટ જનરેટ થઈ જશે. આ ટિકિટ મેટ્રો સ્ટેશન પર જઈને સ્કેન કરવાથી પ્રવેશ મળશે. ઓનલાઇન બુક કરેલી ટિકિટ 2 કલાક જ માન્ય ગણાશે
ઓનલાઈન બુકિંગ કરતા મુસાફરે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું પડશે. ટિકિટ બુકિંગ કરતા પહેલાં ટ્રેનનો સમય તપાસી લેવો કારણ કે જે ટ્રેનનો સમય હોય તે સમયગાળાના બે કલાક સુધી જ ટિકિટ માન્ય ગણાય છે. એપના માધ્યમથી ટ્રેનોનું ટાઇમટેબલ અને સ્ટોપેજની પણ માહિતી મળશે
અમદાવાદ મેટ્રો રેલ એપ્લિકેશનમાં ટિકિટ બુક કર્યા બાદ તમારી ટિકિટ પણ જોઈ શકાશે. મેટ્રો રેલના કયાં, કયાં અને કેટલાં સ્ટેશનો પર ટ્રેન જાય છે તે અંગેની માહિતી પણ આપવામાં આવી છે કયા સ્ટેશનથી કેટલે સુધીનું ભાડું છે તે પણ લોકો તપાસી શકશે. મેટ્રો રેલ કયા સમયે કેટલા વાગે ઊપડે છે અને ત્યાં પહોંચે છે તે અંગેનું ટાઈમ ટેબલ પણ એપ્લિકેશન મારફતે લોકો જાણી શકશે જેનાથી તેઓને કયા સમયે સ્ટેશન પર પહોંચવું અને ટ્રેન મળી રહેશે કે કેમ તેની જાણકારી મળી રહેશે. ડેઈલી ટ્રેન કયા સ્ટેશનથી કેટલા વાગે ઊપડે છે તે પણ દર્શાવવામાં આવ્યું છે જેનાથી જો કોઈ વ્યક્તિને છેલ્લી ટ્રેન પકડવી હોય તો પણ જાણકારી મળી જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments