back to top
Homeગુજરાત'હા, પહેલાં રેપ કર્યો, પછી પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખ્યો’:10 વર્ષની માસૂમ...

‘હા, પહેલાં રેપ કર્યો, પછી પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખ્યો’:10 વર્ષની માસૂમ સાથે મહિના પહેલાં પણ દુષ્કર્મ આચર્યું, આબરૂ બચાવવા મા-બાપની ચુપ્પી દીકરી માટે નર્ક સમાન બની

ભરૂચ જિલ્લાની ઝઘડિયા GIDCમાં 10 વર્ષની બાળકી ઉપર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરવાની ઘટનાએ રાજ્યભરમાં ચકચાર જગાવી મૂકી છે. આ કેસમાં પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. જેની પૂછપરછમાં નરાધમે કરેલા ખુલાસા સાંભળી પોલીસ પણ સ્તબ્ધ થઇ ગઇ છે. પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે, તેણે આ બાળકી પર દુષ્કર્મ કર્યા બાદ તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખ્યો હતો અને એકાદ મહિના અગાઉ પણ આ બાળકી સાથે જ દુષ્કર્મ આચર્યું હતું. ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી ક્રૂરતાની હદ વટાવી: SP
આ અંગે ભરૂચ જિલ્લા એસ.પી મયૂર ચાવડાએ જણાવ્યું હતું કે, બનાવ સ્થળે પોલીસે તપાસ કરી કેટલાક લોકોને ડિટેઇન કરીને પૂછપરછ બાદ આરોપી વિજય પાસવાનને ઝડપી લેવામાં આવ્યો હતો. જેની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી ક્રૂરતાની હદ વટાવી હતી. જેના લીધે બાળકીને ગંભીર ઇજાઓ છેક અંદર સુધી પહોંચી છે. આબરૂની બીકે મા-બાપે FIR ન કરતાં આરોપીની હિંમત વધી: SP
એસપી મયૂર ચાવડાએ વધુમાં જણાવ્યું કે, આ નરાધમે એક મહિના અગાઉ પણ આ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે, સમાજમાં આબરૂ જવાની બીકે મા-બાપે કોઇ પોલીસ ફરિયાદ નહોતી કરી, જેના લીધે આરોપીની હિંમત વધી અને બીજીવાર કૃત્ય કર્યું. આ મામલે પોલીસે પ્રથમ બાળકીને જલદી સારવાર મળે એ માટે પ્રયાસો હાથ ધર્યા છે. આ ગુના માટે એક ટીમ પણ બનાવી તેની તપાસ હાથ ધરાઈ છે. શું છે સમગ્ર મામલો
ઝઘડિયા GIDC વિસ્તારમાં મજૂરીકામ કરી પોતાનું જીવનનિર્વાહ ચલાવતા પરિવારના ઘરમાં 16 ડિસેમ્બરના રોજ બાજુમાં રહેતો વિજય પાસવાન ઘૂસી ગયો હતો અને 10 વર્ષની બાળાનું અપહરણ કરી કોલોનીની દીવાલની પાછળ નિર્જન સ્થળે લઇ ગયો હતો અને તેની સાથે અત્યંત ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ કર્યું હતું. દુષ્કર્મ કર્યા બાદ તે બાળકીને તરછોડીને ફરાર થઇ ગયો હતો. આશરે સાડા પાંચ વાગ્યાના અરસામાં બાળકીની માતા મજૂરી પરથી તેની કોલોનીમાં આવી હતી, તે સમયે તેની બાળકી ઘરે હાજર ન હતી, જેથી તેણે તેનાં બીજાં બાળકોને તેની મોટી બહેન વિશે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તે લોખંડ વીણવા ગઈ છે. માસૂમનો અવાજ સાંભળતાં જ માતા દોડી
ત્યારબાદ આશરે 6.30 વાગ્યાના અરસામાં બાળકીની માતા તેનું ઘર કામ કરતી હતી ત્યારે અચાનક તેની મોટી પુત્રીનો અવાજ સાંભળેલો કે ‘મમ્મી.. મમ્મી..!’ આમ જોર જોરથી તેણે અવાજ સાંભળતા તે કોલોનીની દીવાલ તરફ જોવા ગઈ હતી, ત્યારે તેની સગીર પુત્રી દીવાલની પાછળ બેસી રહી હતી. જેથી તેણીએ કોલોનીમાં રહેતા એક ભાઈને મદદ માટે બોલાવ્યા હતા, ત્યારે બાળકીને ઊંચકીને દીવાલ પર થઈ કોલોની તરફ લાવ્યા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત બાળકીને દવાખાને લઈ જવા માટે કોલોની બહાર લઈ આવી તેને રિક્ષામાં બેસાડી GIDCમાં આવેલા દવાખાને લઈ ગયા હતા, જ્યાંથી તેને ભરૂચની સિવિલમાં ખસેડવામાં આવી હતી. ભરૂચ બાદ માસૂમને સારવાર માટે વડોદરા ખસેડાઇ
બાળકીને ગુપ્તાંગ સહિત શરીરના ભાગે ગંભીર ઇજા હોવાથી 3 કલાક સુધી તેનો ઇલાજ કરવામાં આવ્યો હતો. ઇલાજ બાદ તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જે હાલ સારવાર હેઠળ છે. બીજી તરફ પોલીસે મૂળ ઝારખંડના આરોપી વિજય પાસવાનને ઝડપી પાડી જેલના હવાલે કરી દીધો છે. આરોપી બે સંતાનનો પિતા છે અને તેનો પરિવાર વતનમાં રહે છે. ‘મારી દીકરી કહે છે- પપ્પા, હું નહીં બચું…’
બાળકી હાલ સારવાર હેઠળ વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ છે. જેના પિતાએ ભારે હૈયે આપવીતી જણાવતાં કહ્યું હતું કે, મારા ઘરેથી માત્ર 10 મીટર દૂર ઝાડીઓમાંથી મારી દીકરી મમ્મી બચાવો… મમ્મી બચાવો… ચાકુ મારે છે… ચાકુ મારે છે…ની બૂમો પાડવા લાગી હતી. જેથી અમારા પરિવારના બે માણસો ત્યાં દોડી ગયા હતા અને મારી દીકરીને ઊંચકીને લઇ આવ્યા હતા. મારી દીકરી કહે છે પપ્પા હવે હું નહીં બચું, એણે પહેલા મોઢા પર પથ્થર માર્યો ને પછી ખરાબ કામ કર્યું. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments