back to top
Homeમનોરંજન'મોટી ઉંમરના એક્ટરે સાથે કામ કરવાની ના પાડી દીધી':સોનાક્ષી સિંહાએ ઇન્ડસ્ટ્રીના બેવડાં...

‘મોટી ઉંમરના એક્ટરે સાથે કામ કરવાની ના પાડી દીધી’:સોનાક્ષી સિંહાએ ઇન્ડસ્ટ્રીના બેવડાં ધોરણ વિશે વાત કરી, કહ્યું- મેલ એક્ટર્સને 30 વર્ષ નાની એક્ટ્રેસ સાથે રોમાન્સ કરતાં શરમ નથી લાગતી

ઝહીર ઈકબાલ સાથેના લગ્ન બાદ સોનાક્ષી સિંહા સતત ચર્ચામાં છે. હાલમાં જ તે મુકેશ ખન્ના સાથે વિવાદોમાં સપડાઈ હતી. તેણે મુકેશ ખન્નાની પણ ટીકા કરી હતી. મુકેશ સાથેના વિવાદ વચ્ચે, સોનાક્ષીએ ખુલાસો કર્યો હતો કે એકવાર એક મોટી ઉંમરના અભિનેતાએ તેની સાથે કામ કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે અભિનેતાનું માનવું હતું કે તે (સોનાક્ષી) તેના કરતા મોટી દેખાતી હતી. સોનાક્ષીએ ફિલ્મોમાં પુરુષો અને સ્ત્રીઓ માટે બેવડા ધોરણો વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે અભિનેત્રીઓને ઈન્ડસ્ટ્રીના બેવડાં ધોરણોનો માર સહન કરવો પડે છે. સોનાક્ષી સિન્હાએ એક રાઉન્ડ ટેબલ ચેટમાં કહ્યું, “તે ખૂબ જ સ્પષ્ટ છે કે સમાન અપેક્ષાઓ પુરુષો (અભિનેતાઓ) પર લાગુ પડતી નથી. જ્યારે તેઓ તેમનાથી 30 વર્ષ નાની મહિલાઓ સાથે રોમાન્સ કરે છે, ત્યારે તેઓ તેમની ઉંમરથી શરમાતા નથી. તેમના મોટા પેટ અને માથા પર ઓછા વાળ હોવા માટે તેઓ શરમાતા નથી. તે સ્પષ્ટ છે કે મહિલાઓને આનો ભોગ બનવું પડે છે.” મોટી ઉંમરના એક્ટરે સોનાક્ષી સિંહા સાથે કામ કરવાની ના પાડી દીધી હતી
સોનાક્ષી સિન્હાએ આગળ કહ્યું, “ખરેખર, મેં એવા કલાકારોનો પણ સામનો કર્યો છે જેઓ મારા કરતાં મોટી ઉંમરના છે અને જેમણે કહ્યું હતું કે, ‘હું તેમના કરતાં મોટી દેખાઉં છું.’ અરે, હું તમારા કરતાં 5-6 વર્ષ નાની છું. હું ફક્ત તેનો આભાર માનવા માંગુ છું. હું તમારા જેવા વ્યક્તિ સાથે કામ કરવા માંગતી નથી.’ એક્ટ્રેસે સંઘર્ષ કરવો પડે છે
સોનાક્ષી સિન્હાએ વધુમાં જણાવ્યું હતું કે, “હંમેશાં મહિલા કલાકારોએ જ આ અવરોધોને પાર કરવા માટે સંઘર્ષ કરે છે, તે અવરોધોને પાર કરવાઅને એવી કોઈ વસ્તુમાં પોતાનો રસ્તો બનાવવા સંઘર્ષ કરે છે. પુરુષો માટે તેવું જ હોવું જોઈએ. છેવટે, આપણે બધા કલાકારો છીએ અને મહિલા કલાકારો માટે આટલો સંઘર્ષ ન હોવો જોઈએ.!”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments