back to top
Homeભારતઆંબેડકર-અદાણી-મણિપુર મુદ્દે કોંગ્રેસનો વિરોધ:રાજસ્થાનમાં ગેહલોત-પાયલોટ એક મંચ પર આવ્યા; બિહારમાં પોલીસે પદયાત્રા...

આંબેડકર-અદાણી-મણિપુર મુદ્દે કોંગ્રેસનો વિરોધ:રાજસ્થાનમાં ગેહલોત-પાયલોટ એક મંચ પર આવ્યા; બિહારમાં પોલીસે પદયાત્રા અટકાવી

અમિત શાહના આંબેડકર અંગેના નિવેદન સામે, અદાણી મુદ્દે અને મણિપુર હિંસા મામલે કોંગ્રેસ પાર્ટી આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. પાર્ટી તમામ રાજ્યોના રાજભવન સુધી કૂચ કરી રહી છે. રાજસ્થાનના જયપુરમાં કોંગ્રેસના પ્રદર્શન દરમિયાન પૂર્વ સીએમ અશોક ગેહલોત અને પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ એક જ મંચ પર જોવા મળ્યા હતા. બિહારના પટનામાં કોંગ્રેસની રાજભવન પદયાત્રાને પોલીસે અટકાવી હતી. જમ્મુ, જમ્મુ-કાશ્મીરમાં રાજભવનની બહાર કોંગ્રેસના નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. હૈદરાબાદ, તેલંગાણામાં કોંગ્રેસે નેકલેસ રોડ મેમોરિયલથી રાજભવન સુધી ‘ચલો રાજ ભવન’ રેલી કાઢી હતી. આસામના ગુવાહાટીમાં કોંગ્રેસના કાર્યકરોએ રાજભવનની બહાર વિરોધ પ્રદર્શન કરતા બેરિકેડ પર ચઢવાનો પ્રયાસ કર્યો હતો. બિહારના પટનામાં પ્રશાસને કોંગ્રેસ પાર્ટીની રાજભવન કૂચને અટકાવી હતી. આ દરમિયાન કાર્યકરોએ પોલીસ સાથે ઝપાઝપી પણ કરી હતી. કૂચ અટકાવ્યા બાદ પાર્ટીના કાર્યકરો વિરોધમાં રસ્તાની વચ્ચે ધરણા પર બેસી ગયા હતા. સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસીઓએ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની ધરપકડની માંગ કરી હતી અને મણિપુર હિંસા પર કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. રાજસ્થાનના જયપુરમાં કોંગ્રેસ પગપાળા કૂચ કરી હતી. સચિન પાયલોટે કહ્યું કે કયા નેતા આવ્યા કે ન આવ્યા. આ બધી વાતો બાજુએ મુકો. અમે સાથે મળીને લડીશું અને ચાર વર્ષ પછી સરકાર લાવીશું. વિપક્ષના નેતા ટીકારામ જુલીએ કહ્યું- જો આંબેડકરનું નામ લેવાની ફેશન છે તો અમે તે ફેશન કરીશું. પીસીસી ચીફ ગોવિંદ સિંહ ડોટાસરાએ કહ્યું કે વિપક્ષ લાંબા સમયથી અદાણી કેસમાં જેપીસીની રચનાની માંગ કરી રહ્યો છે. હિમાચલ પ્રદેશના શિમલામાં કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહની અધ્યક્ષતામાં હોટલ રાહતથી રાજભવન સુધી પદયાત્રા કાઢવામાં આવી હતી. પ્રતિભા સિંહે કહ્યું- મણિપુર દોઢ વર્ષથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. મહિલાઓ સામે બળાત્કાર અને અફરાતફરીનું વાતાવરણ છે. મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે. પરંતુ વડાપ્રધાનને તેની કોઈ ચિંતા નથી. સંસદમાં પણ હોબાળો
આંબેડકરના અપમાન મામલે સંસદના બંને ગૃહોમાં હોબાળો થયો હતો. વિપક્ષના સાંસદોએ ગૃહમાં જય ભીમના નારા લગાવ્યા હતા. કોંગ્રેસ અને અન્ય વિપક્ષના સાંસદોનો આરોપ છે કે ગૃહમંત્રી અમિત શાહે બાબા આંબેડકરનું અપમાન કર્યું છે. ગૃહમંત્રીના નિવેદન સામે વિપક્ષના સાંસદોએ સંસદના ગેટ પર પ્રદર્શન કર્યું. જેમાં પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ પણ ભાગ લીધો હતો. રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ શાહના રાજીનામાની માંગ કરી હતી. કેન્દ્રીય મંત્રી અર્જન રામ મેઘવાલે લોકસભામાં કહ્યું કે કોંગ્રેસનો અપમાનનો ઈતિહાસ રહ્યો છે, આજે તેઓ ઢોંગ કરી રહ્યા છે. મંગળવારે એટલે કે 17મી ડિસેમ્બરે ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, જો તેઓએ (કોંગ્રેસ) આંબેડકરનું નામ જેટલી વખત લીધુ એટલી વખત ભગવાનનું નામ લીધું હોત તો તેમને સ્વર્ગ મળી ગયું હોત.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments