આજે ગુરુવારે સંસદના શિયાળુ સત્રનો 19મો દિવસ છે. ગૃહમંત્રી અમિત શાહના આંબેડકર અંગેના નિવેદન પર ગૃહમાં હોબાળો થઈ શકે છે. જ્યારે ભાજપના સાંસદો સંસદની બહાર વિરોધ પ્રદર્શન કરશે. 18 ડિસેમ્બરે પણ આંબેડકરના અપમાન મામલે લોકસભા અને રાજ્યસભામાં હોબાળો થયો હતો. વિપક્ષના સાંસદોએ ગૃહમાં જય ભીમ અને માફી માગોના નારા લગાવ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસે તેમના નિવેદનને તોડી-મરોડીને રજુ કરે છે. જ્યારે રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે અમિત શાહના નિવેદનની માત્ર 10-12 સેકન્ડની વીડિયો ક્લિપ બતાવીને વિપક્ષના નેતા દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને વિવાદ ઊભો કરી રહ્યા છે. ખરેખરમાં, 17 ડિસેમ્બરના રોજ ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું- હવે એક ફેશન બની ગઈ છે. આંબેડકર, આંબેડકર… જો તમે આટલું નામ ભગવાનનું લીધું હોત, તો તમે સાત જન્મો સુધી સ્વર્ગ મળી ગયું હોત.