ભરૂચ જિલ્લા સહિત સમગ્ર દેશમાં નિર્ભયા કાંડ બાદ ઝઘડિયા GIDC દુષ્કર્મ ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં પોલીસે પકડેલા નરાધમ આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિ- કન્સ્ટ્રક્શન કર્યું હતું. જેમાં તેણે કઈ રીતે સમગ્ર ઘટનનાને અંજામ આપ્યો હતો તે પોલીસ અને પંચોની હાજરીમાં બતાવ્યું હતું. બાળકી રડતી રહી અને નરાધમ પીંખતો રહ્યો
દિલ્હીના નિર્ભયા કાંડને યાદ અપાવી દે તેવી જ એક ઘટના ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં બની છે. માત્ર 10 વર્ષીય માસૂમ બાળાને તેની પાડોશમાં રહેતાં 36 વર્ષીય વિજય પાસવાને પીખી નાખી હોવાનો કિસ્સો સામે આવ્યો છે, એટલું જ નહીં આ હવસખોરે વિકૃતતાની હદો એટલી હદે પાર કરી નાખી હતી કે, બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નખતા બાળકીની હાલત ગંભીર બની હતી. જેથી બાળકી દર્દના કારણે કણસી હતી તેમ છતાંય આરોપી તેને પીંખતો રહ્યો હતો. ત્યાર બાદ આરોપી બાળકીને લોહી લુહાણ હાલતમાં મૂકીને ભાગી ગયો હતો. સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાયું
આ સમગ્ર ઘટનાની બાળકીને માતાને જાણ થતાં તેણે તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલમાં લાવવા આવી હતી. જ્યાંથી તેને વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બાજુ પોલીસે પણ આરોપીને દબોચી લીધો હતો, જેમાં તેણે કરેલા સમગ્ર કાંડ અંગેની પોલીસને માહિતી આપી હતી. આજે 19 મી ડિસેમ્બરના રોજ બપોરે અંકલેશ્વર ડીવાયએસપી ડો.કુશલ ઓઝાની ઉપસ્થિતમાં ઝઘડિયા GIDCના પીઆઈ અને LCB પીઆઈની હાજરીમાં સરકારી પંચોની સામે આરોપીએ સમગ્ર દુષ્કર્મની ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો હતો તે માટેનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.