શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓમાં ગટરના પાણી ઉભરાવવાની અને લીકેજ જેવી સમસ્યાઓ ઉકેલ માટે જે કોર્પોરેશનની મુખ્ય ઓફિસમાં બેસીને અધિકારીઓ નિરાકરણ લાવતા હોય છે. દાણાપીઠ ખાતેની મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસમાં જ ડ્રેનેજ લાઈનની લીકેજ સમસ્યા જોવા મળી છે. જૂની બિલ્ડિંગની બાજુમાં C બ્લોકની નવી બિલ્ડિંગમાં પાછળના ભાગે કેન્ટીન પાસે ડ્રેનેજ લાઈન જ્યારથી પસાર થાય છે, ત્યાં ઉપરથી નીચે પાણી પડે છે. નવી બિલ્ડિંગમાં ડ્રેનેજ લાઈનના લીકેજ
છેલ્લા બે દિવસથી મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠમાં કેન્ટીન પાસે નવી બિલ્ડિંગમાં ડ્રેનેજ લાઈનના લીકેજના કારણે પાણી ઉભરાઈને સીધું બહાર પાર્કિંગ પાસે આવે છે. આખી બિલ્ડિંગમાં શૌચાલયમાં જોડાણ કરેલા ડ્રેનેજ લાઈનનું પાણી સીધા ઉપરથી નીચે પડી રહ્યું છે, જેના કારણે ત્યાંથી પસાર થતા લોકો ઉપર પણ પાણી પડે છે. પાણીના લીકેજના કારણે બધું પાણી ઉભરાઈને બહાર નીચે પડી રહ્યું છે. ગંદુ પાણી બહાર ભરાઈ ગયું હોવાના કારણે ત્યાં મચ્છરો થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. ગટર લાઈનોના પાઇપો પણ સડી ગયેલી હાલતમાં ત્યાં જોવા મળી રહ્યા છે. કર્મચારીઓને નિરાકરણમાં કોઈ રસ નહિ
જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસની બિલ્ડિંગમાં જ ડ્રેનેજના લીકેજની સમસ્યા મુકેલાથી ન હોય તો શહેરીજનોના વિસ્તારમાં પાણી અને ડ્રેનેજની સમસ્યાનો નિરાકરણ કેવી રીતે લાવશે. ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કેન્ટીન આવેલી છે, ત્યાં ચા-નાસ્તો કરવા આવે છે છતાં પણ કોઈ કર્મચારી જાતે આ બાબતે ધ્યાન દોરી અને નિરાકરણ લાવતા નથી. આમ સ્પષ્ટ છે કે ખુદ કોર્પોરેશનના કર્મચારીઓને જ પ્રશ્નોના નિરાકરણની કામગીરી કરવામાં રસ નથી.