લાયન ભરત ક્ષત્રિય કૉમ્યુનિટી અન્કોલોજી સેન્ટર, ધી ગુજરાત કેન્સર સોસાયટી અને હાયર ધેન હોપ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કેન્સરના દર્દીઓના ચહેરા પર સ્મિત લાવવા ‘હાસ્ય એ જ ઓસડ’ ને સાર્થક કરતા હાસ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં હાસ્ય કલાકાર હરપાલસિંહ ઝાલા દર્દીઓના ચહેરા પર સ્મિત લાવશે. કાર્યક્રમ 22મી ડિસેમ્બર, 2024, રવિવાર સમય સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન લાયન ભરત ક્ષત્રિય કોમ્યુનિટી અન્કોલોજી સેન્ટર, પ્રવીણનગર બસ સ્ટોપ પાછળ, સરખેજ રોડ, વાસણા, અમદાવાદ ખાતે યોજાશે.