back to top
Homeગુજરાતનવસારીનો 'નટવરગીરી' નીકળ્યો બોગસ તબીબ:આયુર્વેદિક અને પંચકર્મ ટ્રીટમેન્ટના નામે 2 વર્ષથી 6...

નવસારીનો ‘નટવરગીરી’ નીકળ્યો બોગસ તબીબ:આયુર્વેદિક અને પંચકર્મ ટ્રીટમેન્ટના નામે 2 વર્ષથી 6 બેડની એલોપેથિક હોસ્પિટલ ચલાવતો, નિષ્ણાતને પણ વિઝિટ માટે બોલાવતો

ગુજરાત રાજ્યમાં બોગસ ડોક્ટરોને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે દરમિયાન કેટલાય બોગસ તબીબો ઝડપાયા છે. નવસારી જિલ્લામાં છેલ્લા 15 દિવસથી બોગસ ડોક્ટરોને ઝડપી પાડવા SOGએ કમર કસી છે જેમાં અત્યાર સુધીમાં નવ કેસ બોગસ ડૉક્ટર વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યાં છે. ત્યારે નવસારી તાલુકાનાં સાતેમ ગામે નટવરગીરી ગોસ્વામી નામનો બોગસ તબીબ આયુર્વેદિક અને પંચકર્મ ટ્રીટમેન્ટના નામે 2 વર્ષથી 6 બેડની એલોપેથિક હોસ્પિટલ ચલાવતો હતો. જેને પોલીસે ઝડપી લીધો છે. સાતેમ ગામમાં બે વર્ષથી હોસ્પિટલ ધમધમતું હતું
નવસારી તાલુકાનાં સાતેમ ગામે આવેલા હનુમાન ફળિયામાં શિવ આયુર્વેદિક હોસ્પિટલના નામે આરોપી નટવરગીરી રેવાગીરી ગોસ્વામી છેલ્લા બે વર્ષથી આયુર્વેદિક અને પંચકર્મ ટ્રીટમેન્ટની આડમાં હોસ્પિટલ ચલાવી રહ્યો હતો. જે વાતની નવસારી SOGની ટીમને જાણ થતાં દરોડા પાડ્યા હતા. જે દરમિયાન હોસ્પિટલમાંથી અલગ-અલગ દવાઓ, ડોક્ટરી પ્રેક્ટિસ કરવાના સાધન સામગ્રી મળી કુલ 2,69,719નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. વિઝિટર ડોક્ટર સારવાર માટે આવતા હતા
નવસારી શહેરના નામાંકિત ડોક્ટરો આ હોસ્પિટલમાં સારવાર આપવા માટે આવતા હતા. હોસ્પિટલ લાઈસન્સ ધરાવે છે કે, કેમ તે ચકાસવાની પણ તસ્દી શહેરના ડિગ્રીધારક ડોક્ટરોએ લીધી ન હતી. એમ એસ ઓર્થોની ડિગ્રી ધરાવતો ડોક્ટર દ્વારા આ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવતી હતી, જેની જાણકારી મળી છે. પ્રોફેશનલ હોસ્પિટલની જેમ સારવાર અપાતી હતી
આ હોસ્પિટલમાં છ થી સાત જેટલા બેડ હતા. કોઈપણ પ્રોફેશનલ હોસ્પિટલમાં જેવી રીતે સારવાર અપાય તેવી રીતે અહીં દર્દીઓને સારવાર આપવામાં આવતી હતી. આ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર હતું કે, કેમ તે અંગે તપાસ કરવામાં આવશે. આરોપી ડોક્ટર નટવરગીરી રેવાગીરી ગોસ્વામી દ્વારા ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી વર્ષ 2014માં ડિગ્રી લીધી હોવાની પ્રાથમિક માહિતી મળી છે, જેમાંથી ચોક્કસ કઈ ડિગ્રી ધરાવે છે તેની તપાસ પોલીસ કરી રહી છે. ડૉક્ટરે રજુ કરેલી ડીગ્રી સાચી છે કે કેમ તે અંગે તપાસ કરાશેઃ પોલીસ વડા
નવસારી જિલ્લા પોલીસવડા સુશીલ અગ્રવાલે જણાવ્યું કે, ગઈકાલે સાતેમ ગામમાં બોગસ ડોક્ટરનો કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ ડોક્ટર શિવ આયુર્વેદિક હોસ્પિટલની આડમાં એલોપેથીની સારવાર કરી રહ્યો હતો. આ કેસ મેડિકલ પ્રેક્ટિસનર એક્ટની કલમ મુજબ રજીસ્ટર કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી સ્પેશિયલ ડ્રાઈવમાં 9 જેટલા ડોક્ટરો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ડ્રાઈવ દરમિયાન ₹2,69,719નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ડોક્ટર દ્વારા બી એમ એસની ડીગ્રી રજૂ કરવામાં આવી છે. એ સાચી છે કે કેમ તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. મેડિકલ ડિપાર્ટમેન્ટની મદદ લઈને આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે. નવસારી મેડિકલ કાઉન્સિલના પૂર્વ પ્રમુખ રમેશ અગ્રવાલે જણાવ્યું કે, છેલ્લા અઠવાડિયાથી જિલ્લામાં પાંચથી વધુ જેટલા બોગસ ડોક્ટરના કેસ નોંધાયા છે. તે ખરેખર ચિંતાનો વિષય છે તેઓ અંતરિયાળ આદિવાસી અને પછાત વિસ્તારમાં હાટડી ખોલીને સારવાર અપાવે છે તે ખૂબ ચિંતા ઉપજાવે છે. પછાત વિસ્તારમાં રહેતા લોકોને મોટાભાગે ડિગ્રીનો ખ્યાલ હોતો નથી જેથી આવા ડોક્ટરો ત્યાં હાટડી ખોલીને દર્દીઓના જીવ સાથે ખેલ કરતા હોય છે. ફક્ત પૈસા બનાવવા માટે આવા ડોક્ટરો હાટડી ખોલીને બેસી જતા હોય છે, જેને કારણે માનવ શરીર સાથે ચેડાં થાય છે. છેલ્લા 15 દિવસમાં નવસારી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બોગસ ડોક્ટરના કેસ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments