back to top
Homeગુજરાતભાસ્કર એક્સક્લુઝિવ:સહકારને ગળાટૂંપો; જે મંડળીનુ શેરભંડોળ માત્ર 30 લાખ તેને ITની 10...

ભાસ્કર એક્સક્લુઝિવ:સહકારને ગળાટૂંપો; જે મંડળીનુ શેરભંડોળ માત્ર 30 લાખ તેને ITની 10 કરોડ રૂપિયાની પેનલ્ટી

દિલીપ રાવલ દેશભરમાં સહકાર જગતમાં ક્રાંતિ લાવવા નરેન્દ્ર મોદી સરકારે સહકાર મંત્રાલય ઊભું કરી તગડુ બજેટ ફાળવ્યું છે. પરંતુ ઇન્કમટેક્સના જડ નિયમોના કારણે સહકાર ક્ષેત્રનુ ગળુ ઘોંટાય તેવો તાલ સર્જાયો છે અને અમરેલી જિલ્લામા જુદીજુદી પાંચ મંડળીઓને ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ ન કરવાના બહાના હેઠળ બેથી લઇ દસ કરોડની પેનલ્ટી ફટકારવામાં આવતા અને અનેક મંડળીઓને નોટિસ આપવામાં આવતા સહકારી ક્ષેત્ર ખળભળી ઊઠયું છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને પાક ધિરાણ પૂરી પાડતી સહકારી મંડળીઓને ઇન્કમટેક્સ ભરવામાથી મુકિત આપવામા આવી છે. જો કે આવી મંડળીઓએ આઇટી રીટર્ન ભરવુ ફરજીયાત બનાવાયુ છે. વર્ષ 2016-17મા નવા નિયમની જાણકારી ન હોય અનેક મંડળીએ રીટર્ન ફાઇલ કર્યુ ન હતુ. જો કે ત્યારબાદ તમામ મંડળીઓ રીટર્ન ફાઇલ કરી રહી છે. પરંતુ વર્ષ 16-17નો મામલો હવે સહકારી મંડળીઓ માટે માથાના દુખાવારૂપ બન્યો છે. ખેડૂતો ધિરાણની રકમ ભરી શકતા નથી- માલાણી સાવરકુંડલા યાર્ડના ચેરમેન દીપકભાઇ માલાણીએ જણાવ્યું હતુ કે મંડળીઓના બેન્ક ખાતાં ફ્રીઝ થતા ખેડૂતો પાક ધિરાણ ભરી શકતા નથી. સમયસર ધિરાણ પરત નહી ભરાય તો ખેડૂત પર વ્યાજનુ ચક્કર ચાલુ થશે અને સમય વીતે 14 ટકા વ્યાજ ખેડૂતે વગર કારણે ભરવું પડશે. આઝાદી પહેલાંની મંડળીને મરણતોલ ફટકો
નેસડી સેવા સહકારી મંડળીના પ્રમુખ હિમતભાઇ ગેવરીયાએ જણાવ્યું હતુ કે કેટલીક મંડળીઓ 60 કે 80 વર્ષ અને આઝાદીના પહેલાના વખતથી ચાલે છે. તેને તગડી પેનલ્ટી ફટકારી ખાતા બંધ કરવાથી મંડળીને મરણતોલ ફટકો લાગશે. મંડળીને 32 લાખની ખોટ છતાં બે કરોડની પેનલ્ટી
ભુવા સેવા સહકારી મંડળીના પ્રમુખ કિરણભાઇ ભાલાળા કહે છે અમારી મંડળી હાલમાં 32 લાખની ખોટ કરી રહી છે. તેની વચ્ચે અમારે કોઇ ટેક્સ ભરવાનો નથી છતાં 2.08 કરોડની પેનલ્ટી ફટકારવામાં આવી છે. આ સ્થિતિને કારણે મંડળીઓ કર્મચારીઓના પગારનો ખર્ચ પણ કાઢી શકતી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments