રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિન્ટર શેડ્યુલમાં આગામી તા. 26થી હૈદરાબાદ ફ્લાઇટના આવાગમનમાં મોટો ફેરફાર થનાર છે. હાલના દિવસોમાં સપ્તાહમાં ચાર દિવસ ઉડતી હૈદરાબાદની ફ્લાઇટ આગામી તા. 26થી ડેઇલી ઉડાન ભરનાર છે, તેવું જાણવા મળી રહ્યું છે. હાલ હવાઈ સફરની સિઝન ચાલી રહી છે. નાતાલ અને થર્ટી ફર્સ્ટ નજીક છે, તેવામાં હવાઈ મુસાફરોની સંખ્યામાં પણ વધારો થયો છે. જેનો ફાયદો એર લાઇન્સને પણ થઈ રહ્યું છે. ત્યારે ઇન્ડિગો એર લાઇન્સ દ્વારા હૈદરાબાદની ફ્લાઈટ દૈનિક ઉડાવવા માટે તૈયારી બતાવી છે. જોકે, એરપોર્ટ ઓથોરિટીને હજુ કોઈ લેટર મળ્યો ન હોવાનુ જાણવા મળી રહ્યું છે. ફ્લાઈટના સમયમાં પણ ફેરફાર થઈ શકે
પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના વિન્ટર શેડ્યુઅલમાં હાલ ઇન્ડિગો એર લાઇન્સ કંપનીની રાજકોટ હૈદરાબાદ સપ્તાહમાં સોમ, બુધ, શુક્ર, શનિવારે ઉડાન ભરી રહી છે. આગામી તા.26થી આ ફલાઇટ ડેઇલી ઉડાન ભરશે. સાથે સમયમાં પણ ફેરફાર નોંધાયો છે. તા.26થી ફલાઇટ બુધવારના દિવસ સિવાય સવારે 9.55 કલાકે હૈદરાબાદથી રાજકોટ પહોંચશે અને 10.25 કલાકે આ ફલાઇટ રાજકોટથી હૈદરાબાદ જવા ટેકઓફ થશે. જ્યારે બુધવારે સાંજે 6 કલાકે રાજકોટથી ઉડાન ભરી 6.45 કલાકે ટેકઓફ થશે. મુંબઇ-દિલ્હી, બેંગ્લોર સાથે હૈદરાબાદ ફલાઇટમાં મુસાફરોનો ટ્રાફિક
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ઉડાન ભરી રહેલી મુંબઇ-દિલ્હી, બેંગ્લોર સાથે હૈદરાબાદ ફલાઇટમાં મુસાફરોનો ટ્રાફિક મળતા હૈદરાબાદની ફ્લાઇટ તા.26થી ડેઇલી શરૂ કરવા ઇન્ડિગો એર લાઇન્સ કંપનીએ નિર્ણય લીધો છે. જેનાથી મુસાફરોમાં ખુશી જોવા મળી રહી છે. હાલ રાજકોટથી મુંબઇની 5, દિલ્હીની 2, બેંગ્લોરની દૈનિક ફલાઇટ ઉડાન ભરે છે. જ્યારે હૈદરાબાદની અઠવાડિયામાં 4 તો પૂણેની ફલાઇટ અઠવાડિયામાં 3 દિવસ ઉડાન ભરી રહી છે.