વડોદરા શહેરમાં ક્રિસમસના બીજા દિવસે એટલે કે તા. 26 ડિસેમ્બરના રોજ મેગા વીજકાપની જાહેરાત સામે આવી છે. એકસાથે શહેરના ચાર ફિડરમાં સમારકામ કરવાનું હોવાથી સવારે 7થી બપોરે 11 કલાક સુધી વીજકાપ મુકવામાં આવ્યો છે. સવારે 7થી બપોરે 11 વાગ્યા સુધી વીજકાપ રહેશે
મધ્ય ગુજરાત વીજ કંપનીના વિશ્વામિત્રી પશ્ચિમ વિભાગીય કચેરી દ્વારા મેગા વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. આ પાછળનું કારણ જરૂરી સમારકામ હોવાનું જણાવવામાં આવ્યું છે. વહેલી સવારે 7 વાગ્યાથી બપોરે 11 વાગ્યા સુધી વીજકાપની જાહેરાત કરવામાં આવી છે. સમારકામ પુરૂ થતા જ વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવશે. તા. 26, ડિસેમ્બરના રોજ અકોટા સબડિવિઝનમાં આવતા તક્ષ ફિડર, ફતંગેજ સબડિવિઝનમાં આવતા દીપ ફિડર, અટલાદરા સબડીવીઝનમાં આવતા ચાણક્ય ફિડર અને સમા સબ ડિવિઝનમાં આવતા કેનાલ ફિડરમાં આવતી સોસાયટીઓ તથા ફ્લેટ્સના રહીશોને વીજકાપનો સામનો કરવો પડશે. કયા કયા વિસ્તારો વીજકાપથી પ્રભાવિત રહેશે