કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલી બાબા સાહેબ આબેડકર વિશેના નિવેદનનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે મહેસાણા જિલ્લા કોંગ્રેસ દ્વારા ફુવારા સર્કલ પાસે એકત્રિત થઈ કોંગી આગેવાનોએ ધરણા યોજ્યા હતા. ત્યારબાદ પોતાના હાથોમાં બાબા સાહેબની પ્રતિમા લઈ અમિત શાહ વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યાં હતા. દિલ્હીમાં ભાજપ સરકારના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલા સાહેબ આબેડકર વિશે નિવેદન કરવામાં આવ્યું હતું. જે નિવેદનનો વિરોધ નોંધાવવા આજે મહેસાણા જિલ્લા કોંગ્રેસ દ્વારા ફુવારા સર્કલ પાસે એકત્રિત થઈ કોંગી આગેવાનો ધરણા યોજ્યા હતા. ત્યારબાદ પોતાના હાથોમાં બાબા સાહેબની પ્રતિમા લઈ અમિત શાહ વિરુદ્ધ હાય હાય ના નારા લગાવ્યાં હતા. ત્યારબાદ પુતળા દહન પણ કરવામાં આવ્યું હતું. ધરણા યોજ્યા બાદ કોંગ્રેસ આગેવાનો ફુવારાથી રેલી સ્વરૂપે મહેસાણા કલેક્ટર કચેરી ઓફિસ ખાતે સુત્રોચાર કરતા કરતા પહોચ્યા હતા. જ્યાં બાબા સાહેબ આબેડકરના ફોટો સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે, સમગ્ર ઘટના અંગે અમિત શાહ માફી માગે તેવી માંગ દર્શાવી હતી.