back to top
Homeગુજરાતજ્યાં ચાલવું મુશ્કેલ ત્યાંથી નનામી કાઢી:બારડોલીના મુખ્ય માર્ગ નજીક ગટર લાઇન માટે...

જ્યાં ચાલવું મુશ્કેલ ત્યાંથી નનામી કાઢી:બારડોલીના મુખ્ય માર્ગ નજીક ગટર લાઇન માટે રસ્તો ખોદી નાખ્યો, 15 દિવસથી રસ્તા પર કાદવ; સ્થાનિકો ‘નર્ક’માં રહેવા મજબૂર

બારડોલી નગરના મુખ્ય માર્ગ નજીક બેન્ડ વાલા ટેકરા પાસે નગર પાલિકાએ ગટર લાઈન માટે રસ્તો ખોદી નાખ્યો છે, પરંતુ 15 દિવસ વીત્યા છતાં રસ્તો સરખો કરવામાં આવ્યો નથી. જેને લઈને રહીશોને ખૂબ હાલાકી પડી રહી છે. અહીં કાદવવાળો રસ્તો હોવાથી વાહનો તો ઠીક પણ રાહદારીઓ માટે પણ ચાલવું મુશ્કેલ બની રહ્યું છે. આ દરમિયાન અહીં સ્મશાનયાત્રા કાઢવામાં પણ લોકોને ખૂબ હાલાકી પડી હતી. લોકોએ તંત્રની આવી કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. કાદવમાંથી ચાલવુ પણ મુશ્કેલ
બારડોલી નગર પાલિકાએ બેન્ડવાલા ટેકરા પાસે ગટર લાઈન માટે રસ્તો ખોદી નાખ્યો છે. રહીશોના જણાવ્યા મુજબ 15 દિવસ વીત્યા છતાં રસ્તાને ફરીથી બનાવવામાં આવ્યો નથી અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્મશાન યાત્રા કાઢવામાં ભારે હાલાકી પડી
અહીં કોઈ બીજો વૈકલ્પિક માર્ગ પણ નથી જેથી ના છૂટકે રહીશોને અહીંથી પસાર થવું પડે છે. રસ્તા પર કાદવ હોવાથી રહીશોને ભારે હાલાકી પડી રહી છે. 15 દિવસથી કોઈ કામગીરી કરાઈ નથી
સ્થાનિક પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે, અહીં રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે. આજે 15 દિવસ થઇ ગયા છે, પરંતુ હજુ સુધી કોઈ ઠેકાણા નથી, અહીં કાદવ છે અને કાદવમાં આવવું જવું પડે છે. આજે મરણ થઇ ગયું હતું અને કાદવમાંથી અંતિમયાત્રા કાઢવી પડી હતી. આ મામલે નગર પાલિકામાં રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ ઠેકાણા નથી અને હજુ સુધી કોઈ આવ્યું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments