back to top
Homeબિઝનેસટાટા મોટર્સ અને બજાજ ઓટો કરતાં ઝોમેટો બની મોટી કંપની:માર્કેટ-કેપ ₹2.78 લાખ...

ટાટા મોટર્સ અને બજાજ ઓટો કરતાં ઝોમેટો બની મોટી કંપની:માર્કેટ-કેપ ₹2.78 લાખ કરોડ બની, આજે સેન્સેક્સમાં પણ સામેલ થશે શેર

ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો હવે ટાટા મોટર્સ અને બજાજ ઓટો કરતા પણ મોટી કંપની બની ગઈ છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 2.78 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જે આ બે ઓટોમેકર્સ કરતાં વધુ છે. ગુરુવાર (ડિસેમ્બર 19)ના ટ્રેડિંગ પછી BSE પર ટાટા મોટર્સનું માર્કેટ કેપ રૂ. 2.73 લાખ કરોડ હતું, જ્યારે બજાજ ઓટોનું માર્કેટકેપ રૂ. 2.50 લાખ કરોડ હતું. ઝોમેટો આજે સેન્સેક્સમાં જોડાશે
આ સફળતા બાદ ઝોમેટો પણ આજે એટલે કે 20મી ડિસેમ્બરે સેન્સેક્સમાં જોડાશે. JSW સ્ટીલ ટોચના 30 શેરોના આ ઇન્ડેક્સમાંથી બહાર થઈ જશે. BSEએ ગયા મહિને જ આની જાહેરાત કરી હતી. એક વર્ષમાં 130% વળતર આપ્યું, રેકમાં 27મી કંપની બની 2024માં ઝોમેટોના શેરમાં થયેલા ઉછાળાથી રોકાણકારોની સંપત્તિ બમણી થઈ ગઈ છે. 20 ડિસેમ્બર, 2023ના રોજ ઝોમેટોના એક શેરની કિંમત 124 રૂપિયા હતી, જે હવે 286 રૂપિયા પર પહોંચી ગઈ છે. ટકાવારીના વળતરની વાત કરીએ તો તેણે 130% વળતર આપ્યું છે. જુલાઈ 2008માં બનેલી કંપનીના શેર 5 ડિસેમ્બરના રોજ 304.5 રૂપિયાની વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. માર્કેટ કેપમાં કંપની 27માં નંબર પર છે. બીજા ક્વાર્ટરમાં ઝોમેટોનો નફો 388% વધ્યો
નાણાકીય વર્ષ 2024-25 ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઝોમેટોનો નફો વાર્ષિક ધોરણે 388% વધીને 176 કરોડ રૂપિયા થયો છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ. 36 કરોડ હતો. બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક 68.50% વધીને રૂ. 4,799 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં આવક રૂ. 2,848 કરોડ હતી. માર્કેટ કેપિટલાઇઝેશન શું છે? માર્કેટ કેપ એ કોઈપણ કંપનીના કુલ બાકી શેરનું મૂલ્ય છે, એટલે કે તે તમામ શેર જે હાલમાં તેના શેરધારકો પાસે છે. કંપનીના જારી કરાયેલા શેરની કુલ સંખ્યાને શેરની કિંમત દ્વારા ગુણાકાર કરીને તેની ગણતરી કરવામાં આવે છે. માર્કેટ કેપનો ઉપયોગ કંપનીઓના શેરનું વર્ગીકરણ કરવા માટે રોકાણકારોને તેમની જોખમ પ્રોફાઇલ અનુસાર તેમને પસંદ કરવામાં મદદ કરવા માટે થાય છે. જેમ કે લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓ. માર્કેટ કેપ = (બાકી શેરની સંખ્યા) x (શેરનો ભાવ) દીપિંદરે 2008માં ફુડીબે બનાવી, પછી નામ બદલી નાખ્યું

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments