back to top
Homeસ્પોર્ટ્સભાવનગરના પ્રકાશ ભટ્ટની ICCએ મેચ રેફરી તરીકે નિમણૂક કરી:વડોદરામાં રમાનારી ભારત-વેસ્ટ ઈન્ડિઝમાં...

ભાવનગરના પ્રકાશ ભટ્ટની ICCએ મેચ રેફરી તરીકે નિમણૂક કરી:વડોદરામાં રમાનારી ભારત-વેસ્ટ ઈન્ડિઝમાં મેચમાં ફરજ બજાવશે, તેમની પહેલી વન-ડે સિરીઝ હશે

22, 24 અને 27 ડિસેમ્બર 2024ના રોજ વડોદરા ખાતે રમાનારી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વુમન્સની 3 ODI મેચ માટે પ્રકાશ ભટ્ટની ICCએ મેચ રેફરી તરીકે નિમણૂક કરી છે. ICC મેચ રેફરી તરીકે આ તેમની પહેલી ઈન્ટરનેશનલ વન-ડે સિરીઝ હશે. અગાઉ તેઓએ 17 T20 ઈન્ટરનેશનલ ગેમ્સમાં બન્ને કેટેગરી (પુરુષ અને મહિલા)માં રેફરી તરીકે રહ્યા છે. સૌરાષ્ટ્ર તરફથી પણ રમ્યા છે પ્રકાશ ભટ્ટ
પ્રકાશ ભટ્ટનો જન્મ 1970માં ભાવનગરમાં થયો હતો. તેઓ સૌરાષ્ટ્ર તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા છે. જેમાં તેઓ 51 ફર્સ્ટ ક્લાસ મેચમાં 39ની સરેરાશથી 3183 રન ફટકાર્યા છે. જેમાં 13 ફિફ્ટી અને 7 સદી ફટકારી છે. તો લિસ્ટ-Aમાં તેઓએ 38 મેચમાં 34ની એવરેજથી કુલ 1007 રન બનાવ્યા છે. પ્રકાશ ભટ્ટ સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે. BCCIએ પ્રકાશ ભટ્ટની મેચ રેફરી તરીકે નિમણૂંક વર્ષ 2008માં કરી હતી. વર્ષ 2018થી તેઓ IPLમાં પણ મેચ રેફરી તરીકે કાર્યરત છે અને અત્યારસુધીમાં અનેક IPL મેચમાં ફરજ બજાવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments