back to top
Homeબિઝનેસમાર્કેટનું કદ વધશે:દેશનું ઇવી માર્કેટ રૂ.20 લાખ કરોડ પર પહોંચવાની સંભાવના: ગડકરી

માર્કેટનું કદ વધશે:દેશનું ઇવી માર્કેટ રૂ.20 લાખ કરોડ પર પહોંચવાની સંભાવના: ગડકરી

દેશના ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટની સંભાવના વર્ષ 2030 સુધીમાં રૂ.20 લાખ કરોડને આંબવાની છે. તે ઉપરાંત વર્ષ 2030 સુધીમાં સમગ્ર ઇવી ઇકોસિસ્ટમ મારફતે 5 કરોડ રોજગારીનું સર્જન થશે તેવું કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું. ઇ-વ્હીકલ ઇન્ડસ્ટ્રીની ઇકોસિસ્ટમ પરની કોન્ફરન્સને સંબોધિત કરતા ગડકરીએ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક વ્હીકલ ફાઇનાન્સ માર્કેટનું કદ વર્ષ 2030 સુધીમાં રૂ.4 લાખ કરોડ પર પહોંચશે. ભારતમાં 40% વાયુ પ્રદૂષણ પરિવહન ક્ષેત્રને કારણે થાય છે. આપણે રૂ.22 લાખ કરોડના અશ્મિભૂત ઇંધણની આયાત કરીએ છીએ, જે મોટો આર્થિક પડકાર છે અને આ અશ્મિભૂત ઇઁધણની આયાત સમસ્યાનું સર્જન કરી રહી છે. દેશમાં સૌર ઉર્જાની ક્ષમતા મજબૂત છે ત્યારે સરકાર 44% ગ્રીન એનર્જી પર ફોકસ કરી રહી છે. અમે પહેલા હાઇડ્રો પાવર પ્રોજેક્ટના વિકાસને પ્રાથમિકતા આપીએ છીએ અને ત્યારબાદ સોલર પાવર, ગ્રીન પાવર પ્રોજેક્ટ પર ફોકસ કરીશું અને હવે આપણા દરેક માટે સૌર ઉર્જા એ સૌથી મહત્વપૂર્ણ સંસાધન છે. ભારત અત્યારે ઇલેક્ટ્રિક બસોની અછતનો સામનો કરી રહ્યું છે. આપણા દેશને એક લાખ ઇલેક્ટ્રિક બસની જરૂર છે, પરંતુ આપણી ક્ષમતા માત્ર 50,000 બસની છે. આ ફેક્ટરીનું વિસ્તરણ કરવા માટે યોગ્ય સમય છે. ઇલેક્ટ્રિક વાહનોના નિર્માતાઓને ગુણવત્તા સાથે સમાધાન ન કરવાનો નિર્દેશ કર્યો હતો. પરિવહન મંત્રી તરીકે પદભાર સંભાળ્યો ત્યારે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી રૂ.7 લાખ કરોડની હતી. આજે તેનું કદ રૂ.22 લાખ કરોડ છે. આપણો વિશ્વમાં ત્રીજો ક્રમાંક છે. આપણે જાપાનને પણ પાછળ રાખી દીધું છે. યુએસની ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીનું કદ રૂ.78 લાખ કરોડ છે, ત્યારબાદ ચીન (રૂ.47 લાખ કરોડ) અને ભારત (રૂ.22 લાખ કરોડ) ત્રીજા ક્રમે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments