પહેલી એપ્રિલ 2014 ના રોજ કંપની એક્ટના અમલ સાથે ભારત કોર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર) ફરજિયાત બનાવનાર પ્રથમ દેશ બન્યો. આ નિયમ મોટી કંપનીઓએ છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ નફાના ઓછામાં ઓછા 2% ખર્ચ કરવાની જરૂર છે. સીએસઆર એક્ટિવિટીમાં મહારાષ્ટ્ર ટોચનું રાજ્ય છે જ્યારે ગુજરાત ચોથા ક્રમે રહ્યું છે. દેશમાં વર્ષ 2022-23માં કુલ રૂ.29987.92 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે જે 21-22માં 26616.30 કરોડથી સરેરાશ 3500 કરોડ વધુ ખર્ચ કરવામાં આવ્યા છે. દેશમાં મહારાષ્ટ્ર સરેરાશ 5497.32 કરોડના ખર્ચ સાથે ટોચનું સ્થાન ધરાવે છે. જ્યારે ગુજરાતની કંપનીઓએ 2008.42 કરોડ સાથે બીજા ક્રમે રહ્યું છે. ગુજરાતની કંપનીઓ સીએસઆર એક્ટિવિટી પાછળ ખર્ચ કરવામાં અન્ય રાજ્યોની તુલનાએ આગળ પડતું સ્થાન ધરાવ્યું છે. ગુજરાતમાં સરેરાશ 2500થી વધુ કોર્પોરેટ કંપનીઓ દ્વારા સીએસઆર એક્ટિવિટી કરવામાં આવી છે. સીએસઆર કામગીરીમાં ચાર મહત્ત્વના પીલર ધ્યાનમાં લેવાયા
સ્વયંસેવા એ માત્ર દયાનું કાર્ય નથી – તે સહાનુભૂતિ અને કાળજીની એક શક્તિશાળી અભિવ્યક્તિ છે જે વ્યક્તિઓ અને સમુદાયોને સમાન રીતે બદલી દે છે તેવો નિર્દેશ તાતા મોટર્સના સીએસઆર હેડ વિનોદ કુલકર્ણીએ દર્શાવ્યો હતો. સ્વાસ્થ્ય અને તંદુરસ્તીને પ્રોત્સાહન આપો, સામુદાયિક સેવાઓમાં યોગદાન આપો, શીખવાડો, પ્રેરિત કરો અને પરિવર્તન લાવો તેમજ આપણી પૃથ્વીની એકસાથે સુરક્ષા કરીએ આ મુદ્દાને પ્રાધાન્ય આપ્યું છે. કંપનીએ 2023-24માં વૃક્ષોના આવરણ અને કાર્બન પૃથક્કરણને વધારવાની પોતાની પ્રતિબદ્ધતાની અંતર્ગત 1,137,089 રોપાઓ વાવવામાં આવ્યા. રિલાયન્સ દ્વારા સૌથી વધારે ખર્ચ કરાયો
ગુજરાતમાં સીએસઆર હેઠળ સૌથી વધુ ખર્ચ રીલાયન્સ જીયો ઇન્ફોકોમ અને રીલાયન્સ રીટેલ દ્વારા કરાયો છે. રીલાયન્સ જીયો ઇન્ફોકોમ દ્વારા રૂ. 86 કરોડ અને રીલાયન્સ રીટેલ દ્વારા રૂ. 70 કરોડ ખર્ચ કરાયો છે. એચડીએફસી બેન્ક 37 કરોડ સાથે ત્રીજા સ્થાને, 31 કરોડ ખર્ચ સાથે પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ ચોથા સ્થાને છે. અન્ય કંપનીઓમાં આર્સેલર મિત્તલ, ઓએનજીસી, મારૂતિ સુઝુકી વગેરેનો પણ સમાવેથ થાય છે. કંપનીઓ દ્વારા સીએસઆર હેઠળ શિક્ષણ ક્ષેત્રે સૌથી વધારે ખર્ચ કરવામાં આવ્યો છે.