છેલ્લાં 6 વર્ષમાં 44.33 લાખ ગુજરાતીઓએ પાસપોર્ટ માટે અરજી કરી હતી જે પૈકી 44.17 લાખને પાસપોર્ટ ઈશ્યૂ કરવામાં આવ્યા છે. અમદાવાદ રિજનલ પાસપોર્ટ ઓફિસે વર્ષ 2019થી લઈને 30 ઓક્ટોબર 2024 સુધીમાં 34.35 લાખ પાસપોર્ટ ઈશ્યૂ કર્યા છે, અને તે દેશમાં પાંચમા ક્રમે છે. સુરત RPOએ 9.82 લાખ પાસપોર્ટ ઈશ્યૂ કર્યા છે. રાજ્યસભામાં વિદેશ મંત્રાલયે રજૂ કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લાં 6 વર્ષમાં પાસપોર્ટ માટે કુલ 6.31 કરોડ અરજીઓ મળી જે પૈકી 6.21 કરોડ લોકોને પાસપોર્ટ ઈશ્યૂ કરવામાં આવ્યા છે. સૌથી વધુ 41.62 લાખ પાસપોર્ટ મુંબઈ RPOએ ઈશ્યૂ કર્યા છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે, ચાલુ વર્ષે 8 ડિસેમ્બર સુધીમાં 2.91 કરોડ ભારતીયો વિદેશ પ્રવાસે ગયા છેલ્લા 6 વર્ષમાં વિદેશ પ્રવાસે જનારા ભારતીયોની સંખ્યા 9.37 કરોડે પહોંચી છે.
છેલ્લા 3 વર્ષમાં 6 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી
લોકસભામાં વિદેશ મંત્રાલયે રજૂ કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 3 વર્ષમાં 6 લાખથી વધુ લોકોએ બીજા કોઈ દેશના નાગરિક બનવા માટે ભારતીય નાગરિકતા છોડી છે. જેમાં 2021માં 163370, 2022માં 225620 અને 2023માં 216219 લોકોનો સમાવેશ થાય છે.