back to top
Homeદુનિયાઆનંદો!:મલેશિયાએ ભારતીય નાગરિકો માટે વિઝા છૂટને 31 ડિસેમ્બર, 2026 સુધી વધારવાની ઘોષણા...

આનંદો!:મલેશિયાએ ભારતીય નાગરિકો માટે વિઝા છૂટને 31 ડિસેમ્બર, 2026 સુધી વધારવાની ઘોષણા કરી

શુક્રવારે (20 ડિસેમ્બર) એક નિવેદનમાં, ગૃહ મંત્રાલયના સેક્રેટરી-જનરલ દાતુક અવાંગ અલિક ઝેમાને જણાવ્યું હતું કે આ 2025 એશિયાન અધ્યક્ષપદ અને મલેશિયા વર્ષ 2026ની મુલાકાત માટે મલેશિયાની તૈયારીઓને અનુરૂપ છે. તેમણે જણાવ્યું કે સરકારે ચીની નાગરિકોને પણ આ સમયગાળા સુધી આ પ્રકારના વિઝાની છૂટ આપી છે. અવાંગ અલીકે જણાવ્યું હતું કે સરકારની વિઝા ઉદારીકરણ યોજના જે 1 ડિસેમ્બર, 2023 થી લાગુ છે, તેનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સુરક્ષાને જાળવી રાખીને દેશના આર્થિક અને પ્રવાસન ક્ષેત્રોને પ્રોત્સાહન આપવાનો છે. “આ યોજનાના ભાગરૂપે, પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇના અને ભારતના નાગરિકોને 30-દિવસની વિઝા મુક્તિ આપવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે, “આ પહેલ દેશની સુરક્ષા સુનિશ્ચિત કરતી વખતે, પ્રવાસન સ્થળ તરીકે મલેશિયાના આકર્ષણને વધારવાના વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે”.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments