રસ્તા પર ઉભા રહીને જ્યાં નજર કરો ત્યાં દેખાય છે તો બસ તૂટેલી ઈમારતો. આ સીરિયાની રાજધાની દમિશ્કથી લગભગ 7 કિલોમીટર દૂર આવેલું અલ યારમુક શહેર છે. 14 વર્ષ પહેલાં સુધી આ શહેર ખુશાલ હતું. હવે આ શહેર ખંડેર જેવું દેખાય છે.
અસદ સરકાર અને વિદ્રોહીઓ વચ્ચે થયેલી જંગની જીવંત કહાની છે અહીંના લોકો. જેમાંથી મોટાભાગના પેલેસ્ટાઇનના શરણાર્થી છે, જે 1948માં અરબ-ઇઝરાયલ યુદ્ધ દરમિયાન બેઘર થયા હતા. અહીં બાળકો સાથે વાત કરી તો તેઓ કહે છે કે જ્યારે જનમ્યા ત્યારે બોમ્બમારો થતો હતો. અસદ આર્મીએ ટેન્કોથી અમારા ઘર તોડી નાખ્યા હતા. ઉપરના ફોટા પર ક્લિક કરો અને વીડિયોમાં જુઓ અલ યારમુકની આખી કહાની.