દિલ્હીની ત્રણ સ્કૂલોમાં બોમ્બની ધમકી ત્યાં ભણતા બે વિદ્યાર્થીઓએ આપી હતી. તે બંને ભાઈ બહેન હતા. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે રવિવારે આ જાણકારી આપી હતી. પોલીસે જણાવ્યું કે કાઉન્સેલિંગ દરમિયાન વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું કે તેમણે ઈ-મેલ કરીને દ્વારા ત્રણ સ્કૂલોને બોમ્બની ધમકીઓ આપી હતી. તેઓ ઇચ્છતા હતા કે પરીક્ષાઓ ટાળવામાં આવે. તેને અગાઉની ઘટનાઓ પરથી ધમકીઓ મોકલવાનો આઈડિયા આવ્યો હતો. વિદ્યાર્થીઓએ પોલીસને જણાવ્યું કે તેમણે પરીક્ષાની તૈયારી કરી નહોતી. આવી સ્થિતિમાં તે પરીક્ષા ટાળવામાં આવે એવું ઈચ્છતા હતા. પોલીસે જણાવ્યું હતું કે બંને વિદ્યાર્થી હતા, તેથી કાઉન્સેલિંગ બાદ તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. 17 ડિસેમ્બરે રોહિણી અને પશ્ચિમ વિહાર સ્થિત 3 સ્કૂલોને બોમ્બની ધમકીઓ આપવામાં આવી હતી. જેમાં 72 કલાકમાં 85 લાખ રૂપિયા મોકલવાની વાત કહેવામાં આવી હતી અને લખવામાં આવ્યું હતું કે જો આમ નહીં કરવામાં આવે તો બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે. 8 મહિનામાં 50 બોમ્બની ધમકી આ વર્ષના મે મહિનાથી અત્યાર સુધીમાં દિલ્હીમાં 50 બોમ્બની ધમકીઓ આપવામાં આવી છે. આમાં માત્ર સ્કૂલો જ નહીં પરંતુ હોસ્પિટલ, એરપોર્ટ અને એરલાઇન કંપનીઓ પણ સામેલ છે. આ મહિનામાં 4 વખત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. એક સપ્તાહમાં સ્કૂલોમાં ધમકી અંગેના કેસ… 17 ડિસેમ્બરની ઘટના સિવાય 9 ડિસેમ્બરે 44 સ્કૂલો, 13 ડિસેમ્બરે 30 સ્કૂલો અને 14 ડિસેમ્બરે 8 સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. 14 ડિસેમ્બરે આપેલી ધમકી આત્મઘાતી બોમ્બર હોવાનું કહેવાયપ હતું. 13 ડિસેમ્બર: 30 સ્કૂલોમાં બોમ્બની ધમકી, ઈમેલમાં લખ્યું, પેરેન્ટ્સ મિટિંગમાં વિસ્ફોટ થશે; તપાસમાં કશું મળ્યું ન હતું
13 ડિસેમ્બરે પશ્ચિમ વિહારની ભટનાગર ઈન્ટરનેશનલ સ્કૂલમાં સવારે 4:21 વાગે, શ્રી નિવાસ પુરી ખાતે કેમ્બ્રિજ સ્કૂલમાં સવારે 6:23 કલાકે, અમર કોલોનીની ડીપીએસમાં, સવારે 6:35 વાગે, ડિફેન્સ કોલોની ખાતેની સાઉથ દિલ્હી પબ્લિક સ્કૂલમાં સવારે 7:57 વાગે, સફદરજંગમાં દિલ્હી પોલીસ પબ્લિક સ્કૂલમાં સવારે 8:02 વાગે અને રોહિણીમાં વેંકટેશ્વર ગ્લોબલ સ્કૂલમાં સવારે 8:30 વાગે ફોન આવ્યો હતો. જે બાદ ટીમ તપાસ માટે પહોંચી હતી પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. 9 ડિસેમ્બર: 44 સ્કૂલોમાં બોમ્બની ધમકી, 30 હજાર ડોલરની માંગણી કરતો મેલ મોકલ્યો
9 ડિસેમ્બરની સવારે દિલ્હીની 44 સ્કૂલોને ઈ-મેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. જેમાં મધર મેરી સ્કૂલ, બ્રિટિશ સ્કૂલ, સલવાન પબ્લિક સ્કૂલ, કેમ્બ્રિજ સ્કૂલનો સમાવેશ થાય છે. આ ધમકી ઈ-મેલ દ્વારા આપવામાં આવી હતી. મેલ મોકલનાર વ્યક્તિએ બોમ્બ વિસ્ફોટ ન કરવા બદલ 30 હજાર યુએસ ડોલર માંગ્યા હતા. આ પછી પોલીસ, ડોગ સ્કવોડ, સર્ચિંગ સ્કવોડ અને ફાયર બ્રિગેડની ટીમો ત્યાં મોકલવામાં આવી હતી. જો કે તપાસમાં કશું જ શંકાસ્પદ મળ્યું ન હતું.