back to top
Homeભારત10 સેકન્ડમાં ગાડીએ 8 ગુલાંટી મારી, VIDEO:5 લોકો સવાર હતા, ઉઝરડો પણ...

10 સેકન્ડમાં ગાડીએ 8 ગુલાંટી મારી, VIDEO:5 લોકો સવાર હતા, ઉઝરડો પણ ન પડ્યો; બહાર નીકળીને કહ્યું- ‘ચા હોય તો આપો’

‘જાકો રાખે સાંઇયા, માર સકે ના કોઈ’ કહેવત બોલતા તો તમે ઘણા લોકોને સાંભળ્યા હશે. રાજસ્થાનના નાગૌરમાં આવી જ એક ઘટના બની છે, જેને માનવી મુશ્કેલ છે. ભયંકર અકસ્માતનો ભોગ બનેલી કાર જોતજોતામાં 8 ગુલાંટી મારી ગઈ. પરંતુ ચમત્કાર એ હતો કે કારમાં બેઠેલા 5 લોકોમાંથી કોઈને સહેજ પણ ઈજા નથી થઈ. આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે અને લોકો તેને ભગવાનનો ચમત્કાર માની રહ્યા છે. રાજસ્થાનના નાગૌરમાં નાગૌર-બીકાનેર હાઇવે પર એક પૂરઝડપે જતી એસયુવી એક મોટા અકસ્માતનો ભોગ બની હતી. હોન્ડા એજન્સી પાસે ગાડી કાબૂ બહાર થઈ અને એક પછી એક 8 પલટી મારી એજન્સીના ગેટ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ગેટ તૂટી ગયો અને ગાડી ત્યાં જ રોકાઈ ગઈ. અકસ્માતમાં ગાડીનો બુકડો બોલાઈ ગયો હતો. ગાડીની હાલત જોતા લાગી રહ્યું હતું કે અંદરના લોકોનું બચવું મુશ્કેલ હશે. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે વાહનમાં સવાર તમામ 5 લોકો સંપૂર્ણપણે સુરક્ષિત રીતે બચી ગયા હતા. આ અકસ્માત 20મી ડિસેમ્બરે રાતે 1.44 કલાકે થયો હતો. ગુલાંટી મારતી ગાડીમાંથી આગના તણખા પણ જોવા મળી રહ્યા હતા, જેના કારણે એક ક્ષણ માટે એવું લાગ્યું કે જાણે વાહનમાં આગ લાગી હોય. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. દીવાલ સાથે ભટકાયેલો યુવક એકદમ સ્વસ્થ રીતે ઊભો થયો
અકસ્માત દરમિયાન કારમાં રહેલો એક વ્યક્તિ ઊછળીને એજન્સીની દીવાલ પર પડી ગયો હતો. પછી તે તરત ઊભો થયો અને સીધો એજન્સી તરફ ગયો. આ પછી કારમાં સવાર બાકીના ચાર લોકો પણ સુરક્ષિત બહાર આવી ગયા હતા. એજન્સીમાં કામ કરતા એક કર્મચારીએ જણાવ્યું કે તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે. અંદર આવતાં જ તેમણે હસતાં હસતાં કહ્યું, ‘ચા હોય તો આપો.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments