back to top
Homeભારતશાહના રાજીનામા માટે કોંગ્રેસ અભિયાન ચલાવશે:26 જાન્યુઆરી સુધી દેશભરમાં પ્રદર્શન થશે; સંસદમાં...

શાહના રાજીનામા માટે કોંગ્રેસ અભિયાન ચલાવશે:26 જાન્યુઆરી સુધી દેશભરમાં પ્રદર્શન થશે; સંસદમાં આંબેડકર અંગેના ગૃહમંત્રીના નિવેદનનો મામલો

કોંગ્રેસ પાર્ટી ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગણી સાથે આગામી 26 જાન્યુઆરી સુધી દેશભરમાં અભિયાન ચલાવશે. 22 અને 23 ડિસેમ્બરે કોંગ્રેસના નેતાઓ 150થી વધુ શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. 27મી ડિસેમ્બરે કર્ણાટકના બેલગાવીમાં પાર્ટીની એક મોટી રેલી થશે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે રવિવારે કહ્યું હતું કે “સંસદ સત્રમાં બંધારણ પર ચર્ચા દરમિયાન અમિત શાહે તેમના ભાષણમાં બાબા સાહેબનું અપમાન કર્યું છે. શાહના નિવેદનથી દરેકને દુઃખ થયું છે. હજુ સુધી ન તો અમિત શાહ કે ન તો વડાપ્રધાને આ મામલે માફી માંગનાવો પ્રયાસ કર્યો નથી. કોંગ્રેસ આ મુદ્દાને ગણતંત્ર દિવસ એટલે કે 26મી જાન્યુઆરી સુધી દેશભરમાં ઉઠાવશે. કોંગ્રેસના નેતા પવન ખેડાએ પણ માહિતી આપી હતી કે લોકસભા અને રાજ્યસભાના કોંગ્રેસના સાંસદો CWC સભ્યો સાથે દેશભરના 150 જુદા જુદા શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરશે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરશે. ભાજપે પણ જવાબી તૈયારીઓ શરૂ કરી કોંગ્રેસનું પ્રદર્શન મામલે ભાજપે પણ વિપક્ષને જવાબ આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીએ તેના SC/ST મોરચાને તમામ વિધાનસભા બેઠકો પર જવાબી અભિયાનની યોજના બનાવવા કહ્યું છે. યુપી બીજેપી એસસી/એસટી મોરચાના અધ્યક્ષ રામ ચંદ્ર કનૌજિયાએ પુષ્ટિ કરી કે પાર્ટી પાયાના સ્તરે વિપક્ષને ખુલ્લો પાડવા માટે અભિયાન શરૂ કરશે. તેમણે કહ્યું “પક્ષ દલિત વિરોધી સૂત્રોચ્ચાર અને વિરોધ પક્ષો હેઠળની અગાઉની સરકારો દ્વારા લેવામાં આવેલા પગલાઓને પ્રકાશિત કરશે.” તેમણે કહ્યું કે આ મહિનાના એન્ડમાં યોજાનારી સંગઠનાત્મક ચૂંટણી પછી તરત જ આ અભિયાન શરૂ થશે. તેમણે કહ્યું કે મોરચાના જિલ્લા એકમોને દલિત પ્રભાવિત ગામોમાં જઈને ભાજપ સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષમાં શરૂ કરવામાં આવેલી યોજનાઓને લોકો સુધી લઈ જવા માટે કહેવામાં આવ્યું છે. શાહે આંબેડકર વિવાદ પર સ્પષ્ટતા આપી છે આંબેડકર પર આપેલા નિવેદન પર અમિત શાહે સ્પષ્ટીકરણ આપ્યું છે. તેમણે 18 ડિસેમ્બરે કહ્યું હતું કે, ‘સંસદમાં વાતચીત તથ્યો અને સત્ય પર આધારિત હોવી જોઈએ. ભાજપના સભ્યોએ પણ આવું જ કર્યું. જ્યારે કોંગ્રેસ આંબેડકર વિરોધી પાર્ટી છે, અનામત વિરોધી છે, બંધારણ વિરોધી હોવાનું સાબિત થયું ત્યારે કોંગ્રેસે પોતાની જૂની રણનીતિ અપનાવી અને નિવેદનોને તોડી-મરોડીને રજુ કરવાના શરૂ કર્યા. શાહે કહ્યું હતું કે ખડગેજી રાજીનામું માંગી રહ્યા છે, તેમને ખુશી થઈ રહી છે તેથી કદાચ હું આપી દઉ પણ​​​​​​​ તેનાથી તેમને કોઈ ફાયદો થશે નહીં. તેમણે આગામી 15 વર્ષ સુધી જ્યાં છે ત્યાં જ બેસી રહેવું પડશે, મારા રાજીનામાથી તેમનું કામ નહીં થાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments