શિયાળામાં જમ્મુ કાશ્મીરનું પ્રાકૃતિક સૌંદર્ય સોળ કળાએ ખીલ્યું છે. તાપમાન માઈનસમાં જતાં જ નજર પહોંચે ત્યાં સુધી માત્ર બરફની સફેદ ચાદર દેખાઈ રહી છે. જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં તાપમાન માઈનસ 8.7 સુધી પહોંચતા દાલ લેક થીજી ગઈ છે. લેક પર ચાલતી હોડીઓ કાંચના ફર્શ પર ચાલતી હોય તેવો નજારો બની રહ્યો છે. સવાર સાંજ અહીં ગાઢ ધુમ્મસમાં ઢંકાયેલા પહાડો અને મકાનો કોઈ જાદુઈ અનુભવ કરાવે છે. જ્યારે બારામુલામાં પણ તાપમાન માઈનસ ડિગ્રી સુધી પહોંચતા રસ્તા અને પહાડો જ નહીં વૃક્ષો પર પણ બરફ જામી ગઈ છે. પૃથ્વી પરના સ્વર્ગ એવા જમ્મુ કાશ્મીરની આહ્લાદક તસ્વીરો જોવા, તમે પણ ઉપરના ફોટા પર ક્લિક કરો…