કેશોદ શહેરમાં એક સાથે 12 આખલાના મોત થયાની ઘટના સામે આવી છે. એકસાથે 12 આખલાના મોત જીવ દયા પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કેશોદના મોટી ઘંસારી ગામે 4 અને કેશોદ વેરાવળ રોડ પર 8 જેટલા આખલાના મોત મામલે કેશોદ પોલીસે ફરિયાદ નોંધ કરી છે. ગઈકાલે સાંજના સમયે લાયન નેચર રેસ્ક્યૂ ટીમના સભ્યો જયુ ગરેજાનેએ કોલ આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે મોટી ઘંસારી પાસે ચાર જેટલા આખલા તરફડિયા મારતા મોત નીપજયા છે. અને ત્યારબાદ આવો જ બનાવ કેશોદ વેરાવળ રોડ નજીક ગોરસ પાવભાજી નજીક પણ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઇ તાત્કાલિક લાયન નેચર રેસક્યુ ની ટીમ સ્થળ પર પહોંચી હતી. અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. જેને લઇ 12 આખલાના મોત મામલે જયુ ગરેજાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વહેલી તકે આ કૃત્ય કરનાર વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માંગ કરી છે. ત્યારે કેશોદ પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધ વધુ તપાસ હાથ ધરી છે. લાયન નેચર ટીમમાં સેવા આપતા સભ્ય જયુ ગરેજાએ જણાવ્યું હતું કે, અમને શાળા-ચાર વાગ્યે કોલ મળ્યો હતો. જેમાં કીધું હતું કે વેરાવળ રોડ નજીક આવેલી ગોરસ પાવભાજી સામે આખલા તડફડીયા મારી રહ્યા છે. જે આખલાની સારવાર માટે અમે એક સંસ્થાની ગાડી બોલાવી તેને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને થોડીવાર બાદ તે મૃત્યુ પામ્યા હતા.હતી. બાદ એ જ જગ્યા પર અન્ય બે આખલાને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ પણ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. તેમજ આસપાસના વિસ્તારોમાં 8 જેટલા આખલા મૃત્યુ પામેલી હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારે આ કૃત્ય કરનાર વ્યક્તિએ જાણી જોઈ ઝેરી વસ્તુ ખવડાવી આખલાને મારી નાખ્યા છે. આ મામલે અમે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા આ તમામ આખલાના પીએમ કર્યા બાદ પોલીસ તપાસ શરૂ કરશે તેવું જણાવ્યું છે. ત્યારે આ હીન્ન કૃત્ય કરનાર ને કડકમાં કડક સજા થાય તેવી અમારી માંગ છે….