back to top
Homeગુજરાત'ક્ષત્રિયો 32 બોરની બંદૂકો લેવા માંડો':તમાકુ-માવા બંધ કરી આ પૈસાથી હથિયારો લઈ...

‘ક્ષત્રિયો 32 બોરની બંદૂકો લેવા માંડો’:તમાકુ-માવા બંધ કરી આ પૈસાથી હથિયારો લઈ આપો, પરમિશન આપે તો ઠીક ન આપે તોય ઠીક, ક્ષત્રિય મહાસંમેલનમાં કાલીદાસબાપુ વિફર્યા

ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન શાંત પડ્યા બાદ ફરીવાર ક્ષત્રિયો એકમંચ પર આવ્યા છે. અમદાવાદના કુંજાડમાં આજે(22 ડિસેમ્બર) ક્ષત્રિય એકતા મહાસંમેલન યોજાયું છે. જેમાં ક્ષત્રિયની પરિભાષામાં આવતા ગરાસદાર, કાઠી, કારડીયા, ઠાકોર સહિતના ક્ષત્રિયોના આગેવાનો હાજર રહ્યા હતા. ભાજપ સરકાર દ્વારા ક્ષત્રિયાણીઓની અસ્મિતા પર નિંદનીય ટિપ્પણી, સ્વાભિમાનનું પ્રતીક કેસરિયા પાઘડી પર પ્રહાર, આગેવાનોના વ્યાપાર પર થયેલા પ્રહાર તથા રાજકીય ક્ષેત્રમાં ઘોર ઉપેક્ષા સંદર્ભે જવાબ આપવા સંમેલન બોલાવાયું હોવાનો દાવો કરાયો છે. આ સંમેલનમાં સૌરાષ્ટ્રના ક્ષત્રિય આગેવાન પી.ટી. જાડેજા, મહિલા આગેવાન પદ્મિનીબા વાળા સહિત અનેક આગેવાનો હાજર રહ્યાં હતા. આ ઉપરાંત હિન્દુ સનાતન સંઘના ઉપદેશ રાણા પણ આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા છે. આ મહા સંમેલનનું ક્ષત્રિય કરણી સેનાના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનમાં આવેલા તમામ લોકો પર રાજ શેખાવત દ્વારા ગુલાબની પાંખડીઓનો વરસાદ કરવામાં આવ્યો હતો. સંમેલનમાં આવનારા ક્ષત્રિયોના ID પ્રૂફ પોલીસ દ્વારા તપાસવામાં આવ્યા હતા, ત્યારે મહાસંમેલનના મંચ પરથી રાજ શેખાવતે ધમકી આપતા કહ્યું હતું કે, પોલીસ પ્રસાશન કાન ખોલીને સાંભળી લો અમને મજબૂર ના કરો નહીં તો અહીંથી વિધાનસભામાં કૂચ કરી દઈશું. અમને મજબૂર ના કરો નહીં તો મુખ્યમંત્રીના ઘરમાં ઘૂસી જઈશું. અમને મજબૂર ના કરો નહીં તો ગૃહરાજ્ય મંત્રીના ઘરમાં ઘૂસી જઇશું. અમને મજબૂર ના કરો નહીં તો ક્રાંતિ આવશે ક્રાંતિ. મહાસંમેલનમાં ગૌભક્ત કાલીદાસ બાપુએ કહ્યું હતું કે, તમાકુ, માવા, ગુટકા અને ઢીંચવાના જે આડા અવળા પૈસા કાઢતા હોવ તો તે બંધ કરી સંમેલનો કરો. આ બધા પૈસાના હથિયારો લાવી લાવી આપવાનું ચાલું કરી દો. સરકારને કહી દેવાનું કે હથિયાર રાખવો અમારો હક છે. 32-32 બોરની બંદૂકો લેવા માંડો. મારું કહેવાનું એક જ છે પરમિશન આપે તો ઠીક ના આપે તો પણ ઠીક. ધારાસભ્ય-સાંસદોના ઘરમાં ઘૂસી જવાનું એટલે ગાંધીનગર-દિલ્હી ફોન કરશે: રાજ શેખાવત
સંમેલનને સંબોધતા રાજ શેખાવતે વધુમાં જણાવ્યું હતું કે, આજે અમે એક થયા છીએ. પાઘડીનું અપમાન થયું હતું જેના બદલો લેવા માટે ભેગા થયા છીએ. મારી કંપનીનું લાઇસન્સ પણ રદ કરી દેવાયું હતું. સામાજિક આગેવાન લડે છે તો તેમનો અવાજ દબાવી દેવામાં આવે છે. આજે સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવામાં આવ્યો છે. ક્યારેય આગેવાન પર પ્રહાર થાય તો ક્યારેક સરકારી સંપત્તિને નુકસાન કરવું નહીં. તમારે મોટી સંખ્યામાં ધારાસભ્યના ઘરમાં ઘૂસી જવાનું છે. સાંસદના ઘરમાં ઘૂસી આક્રમકતા કરવાની છે. જેથી આ બધા ગાંધીનગર અને દિલ્હી ફોન કરશે. ધારાસભ્ય-સાંસદોના ઘરમાં ઘૂસી જવાનું જેથી આગેવાનને છોડવા માટે ફોન કરશે. ‘મારો સમાજ ક્ષત્રિયોના નામે કેમ એક ના થાય?’
રાજ શેખાવતે આગળ કહ્યું કે, સમાજની એકતા કરવાની છે. મારો સમાજ ક્ષત્રિયોના નામે કેમ એક ના થાય? ભાજપના નેતાની ટિકિટ રદ કરવાની હતી તો પાટીદાર એક હતા. પાટીદારે એક્તાનો લાભ લીધો તો આપણે ક્ષત્રિયો એક કેમ થયા નહીં. આપણે પણ એકતાનો લાભ લેવો જોઇએ. તમામ ક્ષત્રિયો આજે સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. હું તમામને દંડવત કરી અને પાઘડીને ઝૂકાવું છું. પાઘડીનું સન્માન રાખી અને એક થાઓ. ‘અમે જવાબ આપવા તૈયાર છીએ’
મહાસંમેલન બાદ મીડિયા સાથે વાત કરતા રાજ શેખાવતે જણાવ્યું હતું કે, આજે ગુજરાત પ્રદેશના 31 ટકા ક્ષત્રિયોના જે આગેવાનો છે તેમણે આ આયોજનમાં હાજરી આપી છે. ભૂતકાળમાં ક્ષત્રિય સમાજની ઉપેક્ષા કરવામાં આવી, અસ્મિતા પર પ્રહાર કરવામાં આવ્યો અને પાઘડી પર પ્રહાર કરવામાં આવ્યો. ક્ષત્રિય સમાજના આગેવાનો પર વ્યાપક પ્રમાણમાં પ્રહાર કરવામાં આવ્યો. ભવિષ્યમાં આ ઘટનાઓનું પુનરાવર્તન રોકવા માટે અમે આજે અહીં ભેગા થયા છીએ. અમે એક જ વાત કહેવા માગીએ છીએ આ સકરારને કે જો તમે ખોટું કરશો તો અમે તમને જવાબ આપવા તૈયાર છીએ. સ્થાનિક સ્વરાજ ચૂંટણી આવી રહી છે. તમે આ ઘટનાનું પુનરાવર્તન નહીં રોકો અને મારી કંપનીનું જે લાઈસન્સ જે રદ કર્યું છે તેનું તમે બહાલ નહીં કરો તો ટુંક સમયમાં અમે વિધાનસભા સુધી પહોંચવાની તૈયારી કરી રહ્યા છીએ. ‘ગુજરાતના તમામ ક્ષત્રિયોમાં ભયંકર આક્રોશ છે’
વધુમાં જણાવ્યું હતું કે, આ અમારી શરૂઆત છે અને ગુજરાતથી 31 પ્રાંતને એક મંચ પર લાવવા જઈ રહ્યા છીએ. ભવિષ્યમાં ભારતવર્ષમાં તમામ ક્ષત્રિયો જે સમાન્ય સમાજમાં આવતા હોય, ઓબીસીનો લાભ લેતા હોય કે પછી બક્ષીપંચનો લાભ લેતા હોય એમને અમે એક મંચ પર લાવવા જઈ રહ્યા છીએ. ક્ષત્રિયાણીઓની અસ્મિતા પર જ્યારે પ્રહાર થયો ત્યારથી અત્યાર સુધી આખા ગુજરાતના તમામ ક્ષત્રિયોમાં ભયંકર આક્રોશ છે. ક્યાંકને ક્યાંક અમારા જે ભાગલાઓ હતા તેમાં તેમને આંશિક સફળતા મળી. પરંતુ હવે ગુજરાતના 31 ટકા ક્ષત્રિયો એક મંચ પર આવી ગયા છે એટલે હવે સરકારે વિચારવાનું છે કે તમારે ભવિષ્યમાં કઈ રીતે અમને લેવા છે. અમે હવે ઉપેક્ષા સહન નહીં કરીએ. સીધી સીધી વાત છે તમે જે પ્રહારો કરી રહ્યા છો એ બંધ નહીં કરોને સાહેબ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ ક્ષત્રિય સમાજ જવાબ આપશે… આપશે ને આપશે… ‘સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જવાબ આપવા એકતા કરી’
સ્થાનિક સ્વારાજ ચૂંટણીનો બિલકુલ વિરોધ છે, હતો અને રહેશે. કેટલાક આગેવાનો ભલે ભાજપની સાથે છે પરંતુ 99.99 ટકા જે સામાન્ય ક્ષત્રિય જનતા છે તે ભાજપથી આક્રોશિત છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જવાબ આપવા એકતા કરી લીધી છે. તમામ ક્ષત્રિયો એક થયા છે. રાજ્યસભામાં માત્ર ક્ષત્રિયો જ જોઇએ: કાલીદાસ બાપુ
ગૌભક્ત કાલીદાસ બાપુએ ક્ષત્રિયોને જણાવ્યું હતું કે, આજે ક્ષાત્ર ધર્મ ધારીઓને એક કરવા માટે એકતા સંમેલન છે તેમાં હું ભિક્ષા માંગવામાં આવ્યો છું. 562 રજવાડા આપી દીધા છે. હું ભિક્ષા માગું છું કે રાજ્યસભા ક્ષત્રિયોની હતી. રાજ્યસભા માત્ર ક્ષત્રિયોની જ છે. તમારી લડાઈ લડવા માટે તૈયાર થઈ જાઓ. રાજ્યસભામાં ક્ષત્રિય સિવાય કોઇ ના હોય શકે. ભાવનગરના મહારાજા અને ગોંડલના મહારાજાએ સરદાર વલ્લભભાઈ પટેલને કહ્યું કે કદાચ અમે આ રજવાડા આપી દઇએ અને રજવાડા આપ્યા પછી સરકાર એવા કાયદા બનાવે અને આ દેશની પ્રજા દુ:ખી થાય તો. એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે નિર્ણય લેવાયો કે એક બાજુ આપણી સંસદ થશે અને બીજી બાજુ એક રાજ્યસભાનું નિર્માણ થશે. ‘ક્ષત્રિયોની પાઘડી કોઇ સામે ના નમે’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ રાજ્યસભામાં આપણાં 562 રજવાડાઓમાંથી જ ગીરવર ક્ષત્રિયોને ગોઠવવામાં આવશે. મારી તમારી પાસે એક ભિક્ષા એ છે કે, એવી લડત ઉપાડો કે રાજ્યસભામાં માત્ર ક્ષત્રિયો સિવાય કોઇ જોઇએ જ નહીં. આ મારો સંકલ્પ છે. દેશના ક્ષત્રિયો ભેગા થાય ત્યારે લવ જેહાદ બંધ થાય અને ભગવો લહેરાય છે. રાજ્યસભામાં માત્ર ક્ષત્રિયો જ હોવા જોઇએ અને હવે આ તરફ જ આગળ વધો. નાપાક અને ગદ્દાર નેતાઓને દેશમાંથી દૂર કરો. મહા શિવરાત્રી મહોસ્તવમાં અમારા આશ્રમમાં સરસવના એક એક દાણાને ઓમ નમ: શિવાયના જાપ કરાઈને ભેગા કરવાના છે. અને તેનું તેલ કાઢવાનું છે. સાડા 12 લાખ શિવલિંગ બનાવવાના છે અને આ તેલ મહાકાલને ચઢાવવાનું છે. તમે મને થોડી મદદ એ પણ કરજો. મહા શિવરાત્રી પહેલાં રોજ તમારે 15થી 20 મિનિટ સરસવ લઈ ઓમ નમ: શિવાયના જાપ કરજો અને એ સરસવ મને મોકલ જો. દુશ્મનોનો નાશ કરવા સરસવના તેલનો જાપ કરવાનો છે.. ક્ષત્રિયોની પાઘડી કોઇ સામે ના નમે માત્ર માતાજીની સામે જ નમે. વેદમાં લખ્યું કે કપાળમાં ચાંદલા વિનાનો બ્રાહ્મણ મળે તો અપશુકન કહેવાય અને હથિયાર વિના ક્ષત્રિય મળે તો અપશુકન કહેવાય. ક્ષત્રિયો જો બહાર નીકળશે તો ભાગતાં નહિ આવડે
પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું કે, સરકારને કહું છું કે સતા અમે મફતમાં આપી છે. તમારી કોઈ ઓકાત નથી. મોદી સાહેબ ક્ષત્રિયોને તમારા પર ખુબ માન હતું, પરંતુ જ્યારે ક્ષત્રિયાણીઓની અસ્મિતા પર સવાલ આવ્યો ત્યારે રૂપાલા સાહેબ તમને સારા લાગ્યા છે. અમે ક્ષત્રિયો જો બહાર નીકળશું તો તમને ભાગતાં નહિ આવડે. તમને રોડ મપાવીશું. રાજકોટ અગ્નિકાંડમાં સાગઠીયાનું સરઘસ કાઢો. 1 મહિનાનો સમય આપીએ છીએ. રાજ શેખાવતનું સિક્યુરિટીનું લાઇસન્સ ફરી આપો. નહિ તો જોવા જેવી થશે. આપણે એક થઈને લડવાનું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ પદે ક્ષત્રિય તો જોઈએ: પી.ટી.જાડેજા
સૌરાષ્ટ્રના ક્ષત્રિય આગેવાન પી.ટી. જાડેજાએ જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો આવ્યા છે. ક્ષત્રિયોની વાત આવે ત્યારે આવે જ અને આવે જ… જે ડરી ગયો એ મરી ગયો… હું સમાજ માટે જ જીવીશ. હું કોઈ રાજનીતિ નથી કરવાનો. આ બધા આગેવાનો દૂરથી આવ્યા છે. સંગઠન એક મોટી તાકાત છે. ખુદ જાગૃત બનો. આપણે રાજા રજવાડા આપી દીધા છે. જો સંગઠિત હશો તો ન્યાય મળશે. રાજનીતિમાં ક્ષત્રિયોએ બહુમતિથી જવું જોઈએ. ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવાના છે ત્યારે ક્ષત્રિય તો જોઈએ. ક્ષત્રિયો આવે તો દિલ્હી અને ગાંધીનગર પણ આપણું હોય
પી.ટી.જાડેજા આગળ કહે છે કે, જન્મ અને મૃત્યુ કોઈના હાથમાં નથી. સમાજ માટે તમે એક થાવ. મહાસંમેલનમાં મોટી સંખ્યામા આવ્યા એના માટે ખુબ અભિનંદન આપું છું. આપણે હરણની જેમ દોડવાનું છે. શાંતિથી જ આંદોલન કરવાનું છે. દોઢ મહિનો આંદોલન શાંતિથી કર્યુ છે. એક મંચ પર ક્ષત્રિયો આવે તો દિલ્હી અને ગાંધીનગર પણ આપણું હોય. હું ક્યારેય રાજનીતિમાં જોડાઈશ જ નહિ. પણ સમાજનાં લોકોને ટિકિટ આપવા મેહનત કરીશ. બધાના નામ પણ આપીશ. કોને ટિકિટ આપવી નહિ આપવી. હવેના સમયમાં 10 બોલમાં 100 રન કરવાના છે
‘હવે તો 10 બોલમાં 100 રન કરવાના છે એમ કામ કરવાનું છે. માતાજી અને ભગવાન આપણી સાથે છે. આપણે હવેના સમયમાં 10 બોલમાં 100 રન કરવાના છે અને આગળ વધવાનું છે. માતાજીને પ્રાર્થના કરો અને સમાજને સેવા કરવાની શક્તિ આપજો.’ બહેરાઓને ધમાકાની જરૂર છે: ઉપદેશ રાણા
જ્યારે હિન્દુ સનાતન સંઘના ઉપદેશ રાણાએ જણાવ્યું હતું કે, આજે ક્ષત્રિયોને એક કરવામાં રાજ શેખાવત સફળ થયા છે. રાજ શેખાવતે દેશની સીમાની રક્ષા કરી છે. એક અવાજ પર ધંધો તેઓએ મૂકી દીધો છે. દરેકને એક મંચ પર લાવ્યા છે. રાજનીતિમાં એક સમાજને અવગણવામાં આવી રહ્યો છે. રાજ શેખાવત દરેક સુખ દુઃખમાં સાથે રહે છે. કાયરોનો ઇતિહાસ લખાતો નથી. જે અવાજ ઉઠાવે તેઓની સાથે રહો. દરેક લોકો સાથ આપો. બહેરાઓને ધમાકાની જરૂર છે. આપણે રાજપુત છીએ અને આપણો ધર્મ લડવાનો છે
NCP પ્રદેશ પ્રમુખ નિકુલસિંહ તોમરે જણાવ્યું હતું કે, હું 2008થી રાજ શેખાવત સાથે જોડાયેલો છું. સમાજ માટે અવાજ ઉઠાવવાનો છે. આપણે રાજપુત છીએ અને આપણો ધર્મ લડવાનો છે. ભાજપને મત આપ્યો પણ રાજ શેખાવતનું સન્માન કર્યું નહિ
હરિયાણાથી આવેલાં ક્ષત્રિય આગેવાન સૂરજપાલસિંહ અમુએ જણાવ્યું હતું કે, રાજ શેખાવતની પાઘડીને હાથ લગાવ્યો હતો તે રાજપુત હતો જેથી તેનો DNA તપાસવો જોઈએ. યોગી આદિત્યનાથ કહે છે કે, જો બટોગે તો કટોગે તો એ મુસ્લિમ નહિ પરંતુ ક્ષત્રિયો માટે કહે છે. યોગી આદિત્યનાથે પાકિસ્તાન અને બાંગ્લાદેશના કેટલાક માટે નથી. આઝાદી એમ જ નથી મળી. રાજ્યસભાની મહારાજ કાલીદાસે વાત કરી હતી. રાજ્યસભાની કહાની દબાવી દેવામાં આવી છે. અમે ભાજપને મત આપ્યો પણ રાજ શેખાવતનું સન્માન કર્યું નહિ. તેઓને જેલમાં નાખશો અને ઓફિસમાં સર્ચ કરશો. હું અહીંયા આવ્યો ત્યારે કહ્યું કે, રૂપાલા વિશે બોલશો નહીં ત્યારે અમે કહ્યું આવા લોકોની વાત જ નથી કરતા. અમે સતાના ગુલામ નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે કામ કરી ચૂક્યો છું. કેશુભાઈ અને શંકરસિંહનું સન્માન અને અપમાન જોયું છે. અમે પોલીસનું સન્માન કરીએ છીએ. એક કહે બટોગે તો ક્ટોગે અને એક કહે એક રહોગે તો સેફ રહોગે. ગુજરાતના લોકોને પૂછીએ છે કે, બાબા સાહેબ આંબેડકરને ભણવાનો ખર્ચ કોને આપ્યો હતો? કયા રાજાએ આપ્યો હતો?? શિવાજીરાવ ગાયકવાડે આપ્યો અમે તેઓનું સન્માન કર્યુ છે. ક્ષત્રિયની પરિભાષામાં આવતા તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર
કુંજાડ ગામ નજીક ખોડિયાર ફાર્મમાં ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહા સંમેલનમાં ક્ષત્રિયની પરિભાષામાં આવતા તમામ ક્ષત્રિયો જેવા કે ગરાસદાર, કાઠી, કારડિયા, નાડોદા, હાટી, મહિયા, જાગીરદાર, ખાંટ, વાઘેર, પાલવી, ઠાકોર વગેરેના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા છે. ક્ષત્રિય એકતાને પ્રદર્શિત કરવાનો પ્રયાસ
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ક્ષત્રિયોને એક મંચ પર એકસાથે લાવી સંપૂર્ણ ભારતવર્ષની રાજનૈતિક પાર્ટીઓને ક્ષત્રિયોની એકતાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ક્ષત્રાણીઓની અસ્મિતા પર નિંદનીય ટિપ્પણી, સ્વાભિમાનનું પ્રતીક કેસરિયા પાઘડી પર પ્રહાર, આગેવાનોના વ્યાપાર પર થયેલ પ્રહાર તથા રાજનૈતિક ક્ષેત્રમાં ઘોર ઉપેક્ષાનું લોકશાહી ઢબે જવાબ આપવા માટે તથા સ્વાભિમાનની લડાઈનું કેન્દ્રબિંદુ ગુજરાત, લોકસભા ચુનાવ ગુજરાતમાં આપણી નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં ક્ષત્રિયોના સ્વાભિમાનની રક્ષા માટે એક શંખનાદ સાથે બધા ક્ષત્રિયો એક થઈ ન્યાય અને અધિકાર મેળવી ક્ષત્રિયોના ઉજ્જ્વળ ભવિષ્યનું નિર્માણ કરી શકીએ અને ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન અટકાવી શકાય તેમજ ક્ષત્રિયોના ઉજ્જ્વળ ભવિષ્યને લગતી અનેક માંગણીઓ આ રાજકીય પક્ષો સુધી પહોંચાડવામાં આવે તેના માટે આ મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો પહોંચ્યા હતા. ​​​​​ક્ષત્રિયાણીઓએ તલવાર રાસ કર્યો
મહિલા ક્ષત્રિય આગેવાન સોનલબા પઢિયારની તલવાર રાસની ‘બાઇસા’ ટીમની 14 ક્ષત્રિયાણીઓ દ્વારા તલવાર રાસ કર્યો હતો. બંને હાથે તલવાર લઇને હવામાં ફેરવી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. 10 વર્ષથી લઇને 18 વર્ષની ક્ષત્રિયાણીઓ દ્વારા તલવાર રાસ કર્યા હતા. હર હર મહાદેવ અને ભાગ ફિરંગી ભાગ ઝાંસી કી રાની આયી હૈના ગીત પર તલવાર રાસ કર્યો હતો. અમદાવાદ રાણીપના કલ્પનાબા સિસોદિયાના વીર યોદ્ધા ગ્રુપની પાંચ ક્ષત્રિયાણીઓ દ્વારા તલવાર રાસ કર્યો હતો. બંને હાથે તલવાર લઇને હવામાં ફેરવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments