રાષ્ટ્રીય સ્વયંક સંઘ દ્વારા આજે ગાંધીજીએ અભ્યાસ કરેલી ગુજરાત વિદ્યાપીઠમાં કાર્યક્રમ યોજ્યો હતો. પ્રથમ વખત વિદ્યાપીઠમાં RSSનો કાર્યક્રમ યોજાયો હતો. આજે સમાજ, શક્તિ, સંગમ નામથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સમાજના વિવિધ પાંચ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પરિવાર, જાતિ વિષયક ઊંચ-નીચ, ગ્લોબલ વોર્મિંગ, પ્રશાસનના નિયમોનું પાલન અને ભારતની વિરાસત મુખ્ય મુદ્દાઓ હતા. સમાજની કેટલીક વાતો સંઘ સુધી પહોંચી છેઃ ભાનું ચૌહાણ
આ કાર્યક્રમ અંગે RSSના ગુજરાત પ્રાંતના કાર્યકારી સદસ્ય ભાનું ચૌહાણે જણાવ્યું હતું કે, સંપૂર્ણ ગુજરાતમાં આરએસએસ દ્વારા અલગ-અલગ જગ્યાએ કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. ત્યારે આજે નારણપુરા ભાગના પ્રયાસથી ગુજરાત વિદ્યાપીઠમાં સમાજ, શક્તિ અને સંગમ નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં સમાજના વિવિધ લોકો એકત્ર થયા હતા અને પોતાના વિચારો રજૂ કર્યા હતા. જે વિચારોનું મંથન કરીને સમાજની કેટલીક વાતો સંઘ સુધી પહોંચી છે. જેમાં પાંચ અલગ અલગ મુદ્દાઓ અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. ‘જાતિ વિષયક ઊંચ-નીચના મુદ્દા ઉપર ચર્ચા કરાઈ’
પ્રથમ મુદ્દો પરિવારનો હતો. હાલ પરિવારની સ્થિતિ સંતોષકારક નથી. પરિવાર સજ્જ નહીં હોય તો સમાજ કેવી રીતે બની શકશે. જેથી પરિવારને સજજ અને સશક્ત બનાવવાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ જાતિ વિષયક ઊંચ-નીચના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. સમાજ અત્યારે જાતિ વિષયક ભેદભાવ પર દુખી છે. જોકે, ધીમે ધીમે ભેદભાવ ઓછો થયો છે, પરંતુ આજે કેવી રીતે સમાજને આ ભેદભાવમાંથી બહાર લાવી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રશાસનના નિયમોના પાલન માટે પણ ચર્ચા
ગ્લોબલ વોર્મિંગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ગ્લોબલ વોર્મિંગ વૈશ્વિક સમસ્યા છે, પરંતુ તેનો નાના પાયેથી ઉપાય માટે ઘરે પાણીનો બચાવ કરવો, વૃક્ષનું જતન કરવું અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ. પ્રશાસનના નિયમોના પાલન માટે ચર્ચા કરવામાં આવી હતી. પ્રશાસન દ્વારા જે નિયમો આપણા માટે બનાવવામાં આવ્યા છે તે મને નિયમોનો ભંગ ન કરવો જોઈએ, તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતની વીરાસત અંગે ચર્ચા કરવામાં આવી હતી. આપણી વિરાસતને આપણે ઓળખી છે અને તે મજબૂતાઈથી સૌના દિલમાં જાગે તે માટે ચર્ચા કરવામાં આવી હતી.