back to top
Homeસ્પોર્ટ્સવડોદરામાં ભારતે વન-ડેમાં બીજી સૌથી મોટી જીત મેળવી:વેસ્ટ ઈન્ડિઝ વુમન્સને 211 રનથી...

વડોદરામાં ભારતે વન-ડેમાં બીજી સૌથી મોટી જીત મેળવી:વેસ્ટ ઈન્ડિઝ વુમન્સને 211 રનથી હરાવી; ટીમની સ્ટાર બેટર મંધાનાએ સતત ચોથી ફિફ્ટી ફટકારી

ભારત Vs વેસ્ટ ઈન્ડિઝ મહિલા ટીમ વચ્ચેની વન-ડે સિરીઝની પ્રથમ મેચમાં રવિવારે ભારતે તેની બીજી સૌથી મોટી જીત નોંધાવી હતી. વડોદરાના નવા સ્ટેડિયમ કોટંબીમાં ભારતીય મહિલા ટીમે વેસ્ટ ઈન્ડિઝને 211 રને હરાવ્યું છે. ટૉસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે સ્મૃતિ મંધાનાના 91 રનની મદદથી 9 વિકેટ ગુમાવીને 314 રન બનાવ્યા હતા. જવાબમાં કેરેબિયન મહિલા ટીમ 26.2 ઓવરમાં 103 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમની 7 બેટર્સ બે આંકડાને પણ સ્પર્શી શક્યા ન હતા. ભારત તરફથી રેણુકા સિંહે 5 વિકેટ લીધી હતી. મંધાનાએ રવિવારે વડોદરામાં સતત ચોથી અડધી સદી ફટકારી હતી. તેનાં સિવાય હરલીન દેઓલે 50 બોલમાં 44 રન અને રિચા ઘોષે 12 બોલમાં 26 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌરે 23 બોલમાં 34 રનની ઇનિંગ રમી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જેડા જેમ્સે 5 વિકેટ લીધી હતી. આ મેચમાં ભારતીય ટીમ પોતાની નવી ODI જર્સી પહેરીને રમવા આવી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો… પ્રથમ વિકેટ માટે 110 રન જોડ્યા
વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ નવોદિત પ્રતિકા રાવલ (69 માંથી 40 રન) સાથે પ્રથમ વિકેટ માટે 110 રનની ભાગીદારી કરી હતી. મિડલ ઓર્ડરમાં મંધાનાને હરમનપ્રીત કૌર, હરલીન દેઓલ, રિચા ઘોષ અને જેમિમાહ રોડ્રિગ્સ (31 રન)નો સાથ મળ્યો, જેની મદદથી ભારતનો સ્કોર 300ને પાર કરી ગયો. હાર્ડ-હિટિંગ બેટર શેફાલી વર્માને છોડ્યા પછી, ભારતે મંધાના સાથે ઓપનિંગ કરવા માટે ઘણા બેટર્સનો પ્રયાસ કર્યો અને રવિવારે દિલ્હીની ક્રિકેટર પ્રતિકાનો વારો આવ્યો, જેણે 57.97ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી. મંધાનાએ 91 રન બનાવ્યા
મંધાનાએ આખી ઇનિંગ દરમિયાન શાનદાર કવર ડ્રાઇવ અને પુલ શોટ ફટકાર્યા. મંધાનાએ 91 રનની ઇનિંગમાં 13 ચોગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન હરમનપ્રીત અને રિચાએ ઝડપી બેટિંગ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે લેફ્ટ આર્મ સ્પિનર ​​જેડા જેમ્સે શાનદાર બોલિંગ કરી હતી. તેણે આઠ ઓવરમાં 45 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. ડેથ ઓવરમાં ભારતે માત્ર 20 રન બનાવ્યા હતા અને જેમ્સે અંતિમ ઓવરમાં ત્રણ વિકેટ લીધી હતી. રેણુકા સિંહે 5 વિકેટ લીધી
315 રનનો ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે માત્ર 26 રનમાં પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ સ્વિંગ બોલર રેણુકા સિંહની બોલિંગને સમજી શકી ન હતી. રેણુકાએ 10 ઓવરમાં માત્ર 29 રનમાં 5 બેટર્સને પેવેલિયન મોકલી દીધા હતા. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરી હતી. રેણુકાએ કેપ્ટન હેલી મેથ્યુસને શૂન્ય રનમાં, WPL 2025ની સૌથી મોંઘી વિદેશી ખેલાડી ડિઆન્ડ્રા ડોટિનને 8 રનમાં, શામન કેમ્પબેલને 21 રનમાં, આલિયા અલયને 13 રનમાં અને શાબિકા ગઝનબીને 3 રનમાં આઉટ કરી હતી. રેણુકા સિવાય પ્રિયા મિશ્રાએ 2 અને દીપ્તિ શર્માએ 1 ​​વિકેટ લીધી હતી. ટીમ તરફથી ફ્લેચરે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 22 બોલમાં 24 રનની અણનમ ઇનિંગ રમી હતી. ફ્લેચરે ઇનિંગમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments