back to top
Homeમનોરંજનપાકિસ્તાની મોડલ નાયાબ નદીમની લાશ નગ્ન હાલતમાં મળી:અનૈતિક સંબંધોથી ત્રાસીને સાવકા ભાઈએ...

પાકિસ્તાની મોડલ નાયાબ નદીમની લાશ નગ્ન હાલતમાં મળી:અનૈતિક સંબંધોથી ત્રાસીને સાવકા ભાઈએ બેભાન કરી ગળું દબાવી દીધું; હત્યાના પ્લોટનો સનસનાટી ભર્યો ખુલાસો

જો અમે તમને કહીએ કે આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં દર અઠવાડિયે ઓનર કિલિંગના નામે 22 લોકો અથવા કહો કે છોકરીઓ જીવ ગુમાવે છે, તો શું તમે વિશ્વાસ કરશો? પરંતુ આ આંકડા પાકિસ્તાન માનવાધિકાર આયોગના છે, જે મુજબ પાકિસ્તાનમાં 2004-16 વચ્ચે 15,222 ઓનર કિલિંગ થયા હતા, એટલે કે વાર્ષિક 1170 અને દર અઠવાડિયે 22, અને દરરોજ લગભગ 3 ઓનર કિલિંગ. આ આંકડાઓ જાણવા પણ જરૂરી છે, કારણ કે આજે અમે તમને પાકિસ્તાની મોડલ અને એક્ટ્રેસ નયાબ નદીમની કહાની જણાવવા જઈ રહ્યા છીએ, જેની ઈજ્જત અને શરમના નામે હત્યા કરવામાં આવી હતી. નાયાબનો મૃતદેહ એવી હાલતમાં મળ્યો હતો કે પાકિસ્તાનમાં મહિલાઓની સુરક્ષાની નબળી સ્થિતિની વિશ્વભરમાં ચર્ચા થઈ હતી. નાયાબ નદીમ, જે પાકિસ્તાની ફિલ્મ ઉદ્યોગની ઉભરતી કલાકાર હતી, તેણે પોતાનો જીવ ગુમાવ્યો કારણ કે તેની આસપાસના લોકોને લાગ્યું કે તે તેમના સન્માન માટે જોખમી છે. આજે, વણકહી વાર્તાના 3 પ્રકરણોમાં પાકિસ્તાની એક્ટ્રેસ નાયાબ નદીમની સંઘર્ષ, ષડયંત્ર અને હત્યાની કંપારી છોડાવનારી વાર્તા વાંચો- 11 જુલાઈ, 2021 બપોરનો સમય હતો. લાહોર પોલીસને એક વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે પોતાની ઓળખ મોહમ્મદ નાસીર તરીકે આપી અને કહ્યું કે તે તેની બહેન નાયાબ નદીમને મળવા ઘરે પહોંચ્યો હતો. તેણે લાંબા સમય સુધી દરવાજો ન ખોલ્યો, સંજોગો શંકાસ્પદ જણાતાં તે બીજા રસ્તેથી અંદર ગયો અને તેની બહેનની લાશ જમીન પર પડેલી મળી. તેના શરીર પર કપડાં નહોતાં. ઘટનાની માહિતી મળતાંની સાથે જ લાહોર પોલીસ DHA (ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી)ના ફેઝ-5માં પહોંચી ગઈ હતી. દૃશ્ય ખરેખર ડરામણું હતું. ઘર સંપૂર્ણ અસ્તવ્યસ્ત હતું અને લાશ નગ્ન હાલતમાં મળી આવી હતી. યુવતીના શરીર પર કોઈ કપડાં નહોતાં. પ્રારંભિક પૂછપરછ દરમિયાન પોલીસને જાણ કરનાર નાસિરે જણાવ્યું હતું કે, 29 વર્ષીય મૃતક નાયાબ નદીમ તેની સાવકી બહેન હતી. તે ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટીના મકાનમાં એકલી રહેતી હતી અને મોડેલિંગ અને એક્ટિંગ કરતી હતી. કોણ હતી નાયાબ નદીમ?
નાયાબ નદીમનો જન્મ 1992માં પાકિસ્તાનમાં થયો હતો. નાનપણથી જ દેખાવમાં ખૂબ જ સુંદર એવી નાયાબને મનોરંજનની દુનિયામાં ખૂબ જ રસ હતો. નાયાબના પરિવાર વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી. જો કે, કેટલાક અહેવાલો જણાવે છે કે તેના પિતાએ ફરીથી લગ્ન કર્યા હતા, જેમાંથી તેને બે સાવકા ભાઈઓ, નાસિર અને અહેમદ પણ હતા. નાયાબ નદીમે પ્રારંભિક અભ્યાસ બાદ તરત જ મોડલિંગની દુનિયામાં પ્રવેશ કરી લીધો હતો. જો કે, તેના રૂઢિચુસ્ત પરિવાર માટે મોડેલિંગ એક અસભ્ય વ્યવસાય હતો. આ જ કારણ હતું કે નાયાબનો પરિવાર તેના વ્યવસાયનો સખત વિરોધ કરતો હતો. પરિવાર ઈચ્છતો હતો કે નાયાબ લગ્ન કરીને સેટલ થઈ જાય, પરંતુ સ્વતંત્ર વિચારધારા ધરાવતી નાયાબ મોડલિંગ અને એક્ટિંગની દુનિયામાં સફળતા હાંસલ કરીને આત્મનિર્ભર બનવા માંગતી હતી. જ્યારે નાયાબ અને તેના પરિવાર વચ્ચે અણબનાવ દિવસેને દિવસે વધવા લાગ્યો, ત્યારે એક દિવસ નાયાબે તેના પિતાનું ઘર છોડી દીધું અને DHA (ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી), લાહોરના ફેઝ-5માં એક ઘર ખરીદ્યું અને એકલી રહેવા લાગી. તે તેના પરિવારને ભાગ્યે જ ખાસ પ્રસંગોએ મળતી હતી. તેમના પરિવારના સભ્યો પણ ક્યારેક તહેવારો કે અન્ય કામો માટે તેને મળવા આવતા હતા. તેનો સાવકો ભાઈ પણ અવારનવાર તેના ઘરે મદદ માગવા આવતો હતો. ભાઈ દુબઈ ગયો હતો, જ્યારે તે પાછો આવ્યો ત્યારે નાયાબે તેને મળવા ઘરે બોલાવ્યો હતો
નાયાબની હત્યા અંગે પોલીસને જાણ કરનાર નાસીરે પોલીસને પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તે અવારનવાર તેની સાવકી બહેનના ઘરે જતો હતો. તે થોડા દિવસો પહેલા તેના પરિવાર સાથે દુબઈ ગયો હતો, જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેણે નાયાબનો સંપર્ક કર્યો. નાયાબે તેને 11 જુલાઈ, 2021ના રોજ બપોરે મળવા બોલાવ્યો હતો. નાયાબની કાર ઘરની બહાર પાર્ક થયેલી જોઈને અમંગળનો આભાસ થયો
તે નાયાબને નિયત સમયે મળવા આવ્યો હતો, પરંતુ લાંબા સમય સુધી ડોરબેલ વાગવા છતાં નાયાબે દરવાજો ખોલ્યો ન હતો. તેણે ઘરની બહારથી નાયાબને અનેક ફોન પણ કર્યા, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. તે પાછો જવાનું વિચારી રહ્યો હતો. ત્યાં જ તેની નજર ઘરની બહાર પાર્ક કરેલી નાયાબની કાર પર પડી. સામાન્ય રીતે નાયાબ પોતાની કારમાં જ બહાર જતી હતી, આવી સ્થિતિમાં આ પરિસ્થિતિએ તેનામાં શંકા ઊભી કરી. પરિસ્થિતિ શંકાસ્પદ જણાતાં નાસીર દરવાજો તોડી અંદર પ્રવેશ્યો અને દૃશ્ય જોઈને ચોંકી ગયો. તેની બહેન જમીન પર પડી હતી અને તેના શરીર પર કપડાંનો એક ટુકડો પણ નહોતો. તેણે તરત જ શરીરને ઢાંકી દીધું અને નજીક જઈને તપાસ કરતાં જોયું કે નાયાબનો શ્વાસ બંધ થઈ ગયો હતો. તપાસ દરમિયાન બાથરૂમની બારી તૂટેલી મળી આવી હતી
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે નાયાબના ઘરની બાથરૂમની બારી તૂટેલી હતી. તેના પરથી પોલીસે અનુમાન લગાવ્યું કે લૂંટારુઓ નાયાબના ઘરમાં ઘૂસ્યા હશે, પરંતુ જ્યારે તેણે વિરોધ કર્યો હશે તો લૂંટારાઓએ હત્યા અને બળાત્કાર કર્યો હશે. નાયાબના ઘરેથી એક છરી અને ડ્રગ્સ પણ મળી આવ્યા હતા. જ્યાં નાયાબનો મૃતદેહ મળ્યો હતો, તેની નજીકમાં જ તેનો દુપટ્ટો પણ પડ્યો હતો. પોલીસે નાયાબના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો અને ફોરેન્સિક ટીમે આખા ઘરને બારીકાઈથી સ્કેન કર્યું. પોસ્ટમોર્ટમ બાદ નાયબનો મૃતદેહ તેના પિતા અને સાવકા ભાઈઓને સોંપવામાં આવ્યો હતો. આ જ વિસ્તારમાં આવી જ બે હત્યાઓ થઈ હતી
થોડા અઠવાડિયાં પહેલાં, એક બ્રિટિશ-પાકિસ્તાની માહિરાની ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી ફેઝ-5માં હત્યા કરવામાં આવી હતી જ્યાં નાયાબ નદીમ રહેતી હતી. તે વિસ્તારમાં એક 25 વર્ષની મહિલા પણ એકલી રહેતી હતી. બંને હત્યાઓમાં ઘણી સામ્યતા હતી. માહિરા મર્ડર કેસમાં પણ પોલીસના હાથ ખાલી હતા, જેથી કદાચ આ સિરિયલ કિલિંગનો મામલો હશે, જેમાં લૂંટારુઓ એકલી રહેતી મહિલાઓને નિશાન બનાવીને તેમની હત્યા કરતો હશે તેવું માની પોલીસે તપાસ આગળ ધપાવી હતી. સીસીટીવી કેમેરામાં અજાણ્યો વ્યક્તિ ઘરની રેકી કરતો દેખાયો
આજુબાજુમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ સ્કેન કરવામાં આવી રહ્યા છે. સીસીટીવી ફૂટેજમાં જાણવા મળ્યું છે કે, નાયાબના ઘરની આસપાસ એક વ્યક્તિ વારંવાર જોવા મળી રહી છે. જોકે, કેમેરાની નબળી ગુણવત્તાને કારણે વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ રીતે જોઈ શકાતો ન હતો. સિરિયલ કિલિંગની તપાસને હજું થોડા જ દિવસ થયા હતા અને પોલીસ એક ડેડ એન્ડ પર આવી ગઈ.કારણ કે, માહિરા મર્ડર કેસ ઉકેલાઈ ગયો હતો. માહિરાના બે મિત્રોએ તેની હત્યાની જવાબદારી લીધી હતી. જોકે, જ્યારે તેને નાયાબ નદીમની હત્યા અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે તેની સાથે કોઈ સંબંધ હોવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. દરમિયાન, નાયાબના પોસ્ટમોર્ટમ રિપોર્ટે પણ પોલીસને ચિંતામાં મૂકી દીધી હતી. તેનું મોત ગળું દબાવવાને કારણે થયું હતું અને મૃત્યુ પહેલા તેની હત્યારા સાથે લાંબી લડાઈ થઈ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સૌથી ચોંકાવનારી વાત એ હતી કે નાયાબ નદીમનું શારીરિક શોષણ થયું ન હતું. હવે સૌથી મોટો સવાલ એ હતો કે જો બળાત્કાર થયો ન હતો તો તેના કપડા કેમ ઉતારવામાં આવ્યા હતા. છેલ્લા બે એંગલમાં ખાલી હાથ રહ્યા બાદ પોલીસે નાયાબ નદીમના પરિવાર અને અંગત જીવનની તપાસ શરૂ કરી. તેની સાથે જોડાયેલા કેટલાક લોકોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે નાયાબ નદીમને તેના સાવકા ભાઈઓ સાથે અવારનવાર ઝઘડા થતા હતા. જ્યારે બંને ભાઈઓની પૂછપરછ કરવામાં આવતા તેઓએ ઝઘડાની વાતનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. જ્યારે મોબાઈલ રેકોર્ડની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે નાયાબે મૃત્યુ પહેલા કોઈની સાથે વાત કરી ન હતી, જ્યારે બીજી તરફ પોલીસને જાણ કરવામાં આવે તે પહેલા તેના ભાઈનું લોકેશન કેટલાક કલાકો સુધી નાયબના ઘરની આસપાસ હતું. પોલીસે શંકાના આધારે નાયાબના સાવકા ભાઈ નાસીરને રિમાન્ડ પર લીધો હતો. તે કેટલાય કલાકો સુધી પોલીસને ગેરમાર્ગે દોરતો રહ્યો, પરંતુ કડક સરભરા થતાં આખરે નાસીર ભાંગી પડ્યો. તેણે પોલીસને તેના ગુનાની કબૂલાતમાં જણાવ્યું હતું કે, તેને નાયાબ નદીમ મોડેલિંગ અને એક્ટિંગ કરતી હતી તેની સામે વાંધો હતો. તેણે તેને ઘણી વખત સમજાવવાની કોશિશ કરી હતી, પરંતુ તે તેનો વ્યવસાય છોડવા તૈયાર નહોતી. નાસિરે જણાવ્યું કે નાયાબના ઘણા અલગ-અલગ લોકો સાથે સંબંધો હતા, જેના કારણે તેનો પરિવાર કલંકિત થઈ રહ્યો હતો. સમાજમાં બદનામ થવાના ડરથી નાસીરે નાયાબની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. સાવકા ભાઈએ કેવી રીતે કરી હત્યા?
દુબઈથી પરત ફર્યા બાદ નાસિરે તેની સાવકી બહેન નાયાબનો સંપર્ક કર્યો અને તેને કોઈ બહાને તેના ઘરે આવવા કહ્યું. બપોરે નાસીર ઘરે પહોંચ્યો ત્યારે તેણે ફરીથી નાયાબના અનૈતિક સંબંધોનો મુદ્દો ઉઠાવીને દલીલ શરૂ કરી હતી. જોકે, તે હત્યાનું કાવતરું ઘડીને જ તેના ઘરે પહોંચ્યો હતો. તેણે નાયાબના ફૂડમાં ડ્રગ્સ ભેળવી દીધું, જેનું સેવન કર્યા બાદ તે બેભાન થઈ ગઈ. નાસીરે તેના જ દુપટ્ટા વડે તેનું ગળું દબાવી હત્યા કરી હતી. હત્યા લૂંટ અને બળાત્કાર જેવી લાગે તે માટે નાસિરે તેની જ બહેનના શરીર પરથી તમામ કપડાં કાઢી નાખ્યાં હતાં. થોડા સમય બાદ તેણે ઘરને અંદરથી તાળું માર્યું અને બાથરૂમની બારી તોડીને બહાર આવ્યો અને પછી પોલીસને જાણ કરી. નાયાબ નદીમના બ્લાઇન્ડ મર્ડર કેસના ઉકેલ વિશે પીટીઆઈને માહિતી આપતી વખતે, પંજાબ પોલીસના પ્રવક્તા રાણા આરિફે પણ કહ્યું હતું કે હત્યારો નાસિર પણ નાયાબના ઘર પર કબજો કરવા માગતો હતો. ઓનર કિલિંગના મામલે પાકિસ્તાનની સ્થિતિ સૌથી ખરાબ છે
વિશ્વભરમાં દર વર્ષે 5 હજાર ઓનર કિલિંગ થાય છે. આમાંથી લગભગ 20% કેસ ભારતમાં થાય છે. ઓનર કિલિંગના મામલે પાડોશી દેશ પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ સૌથી ખરાબ છે. પાકિસ્તાન હ્યુમન રાઈટ્સ કમિશનના ડેટા અનુસાર, માત્ર 2021માં જ આવી 450 થી વધુ ઘટનાઓ નોંધાઈ હતી. પાકિસ્તાનમાં 2004થી 2016 વચ્ચે 15,222 હત્યાઓ થઈ હતી. એટલે કે દર વર્ષે 1170 અને દર અઠવાડિયે 22 હત્યાઓ થઈ રહી છે. આ આંકડો વિશ્વમાં સૌથી વધુ છે. તેને રોકવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ આ તમામ પ્રયાસો અત્યાર સુધી અપૂરતા સાબિત થયા છે. પાકિસ્તાની મોડલ કંદીલ બલોચની હત્યા બાદ કાયદો વધુ કડક બન્યો છે
વર્ષ 2016માં પાકિસ્તાનની પ્રખ્યાત મોડલ અને ઇફ્લૂએન્સર કંદીલ બલોચના ભાઈએ ઓનર કિલિંગના નામે તેની હત્યા કરી નાખી હતી. કંદીલ બલોચની હત્યાની ચર્ચાને કારણે સમગ્ર વિશ્વમાં પાકિસ્તાનમાં મહિલાઓની સુરક્ષા પર સવાલો ઊભા થયા હતા, જેના કારણે વર્ષ 2016માં ઓનર કિલિંગને રોકવા માટે પાકિસ્તાનમાં કડક કાયદો પણ લાવવામાં આવ્યો હતો. આ કાયદામાં ઓનર કિલિંગના દોષિતો માટે મૃત્યુદંડની પણ જોગવાઈ હતી, પરંતુ કટ્ટરવાદીઓના દબાણમાં આ કાયદો અનેક સુધારા પછી નબળો પડી ગયો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments