પ્રેમ,ત્યાગ અને કરૂણાના પર્વ નાતાલને હવે બે દિવસ બાકી છે,ત્યારે સુરતમાં તાપી નદી પર સાન્તાક્લોઝનાે પોશાક પહેરી એક વ્યક્તિ પક્ષીઓને ચણ આપી રહી છે. માઉન્ટ આબુમાં પણ શિયાળો જામ્યો છે. રવિવારે તાપમાન 7.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પહાડી વિસ્તારમાં ધુમ્મસ છવાયું હતું. હિંમતનગર | રવિવારે વહેલી સવારે ખુશનુમા વાતાવરણમાં ઓડા ગામની આસપાસના ડુંગરો પર દીપડો લટાર મારતો અને ખડક પર આરામ ફરમાવતો જોવા મળ્યો હતો. થોળ | શિયાળો જામતાં કડીના થોળ પક્ષી અભયારણ્યમાં વિદેશી પક્ષીઓનો મેળાવડો શરૂ થઇ ગયો છે. હજુ તો ડિસેમ્બરના અંતમાં ઠંડી પડશે તેમ પક્ષીઓની સંખ્યા વધશે.