મનોજ તેરૈયા, છેલ્લાં 2 વર્ષથી ઈઝરાયેલ-હમાસ, રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકા-યુરોપમાં હીરાની માંગ ઘટતાં હીરાબજારમાં મંદીનો માહો છે. આકા ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિ કથળી જતાં અનેક રત્નકલાકારોના પગારમાં 20થી 50 ટકા સુઘી ઘટાડો થયો છે, જ્યારે અસંખ્ય રત્નકલાકારોની નોકરી છૂટી ગઈ છે. જો કે તેમ છતાં અનેક રત્નકલાકારો એવા પણ છે જેમણે હાર માની નથી. તેમણે આત્મવિશ્વાસ સાથે અન્ય વ્યવસાય શરૂ કર્યા છે. એક રત્નકલાકારે ઉબાડિયાની દુકાન તો એક ભાઈએ ડ્રાઈવરની તો બે વેપારીઓએ હીરાનું કારખાનું બંધ કરી શેરમાર્કેટમાં ટ્રેડિંગ શરૂ કર્યું છે. બજારમાં આવા અનેક કિસ્સા છે. હીરાના વ્યવસાયમાં આવક ઘટી જતાં શેરબજારમાં ટ્રેડિંગનું કામ શરૂ કર્યું આવક અડધી થઈ જતાં હાલ વાલક પાસે વલસાડી ઉબાડિયું વેચી રહ્યો છું ઘર ખર્ચ-મકાનના હપ્તા માટે મુશ્કેલી પડતાં ભૂંગળા બટેટાનો ધંધો શરૂ કર્યો હું 17 વર્ષથી હીરાનું કામ કરું છું. દિવાળી પહેલા મંદીના હિસાબે ઓછું કામ થતું નથી. ઘર ખર્ચ અને મકાનના હપ્તા માટે મુશ્કેલી પડતી હતી. આવક અડધી થઈ ગઈ એટલે ધંધો બદલવો પડ્યો. યોગીચોકમાં બટેટા ભુંગળા વેચવાનો શરૂ કરી દીધું. > લાલાભાઈ વૈષ્ણવ 4 વર્ષથી કારખાનામાં કામ કરતો હતો હવે અંતિમયાત્રા રથનું ડ્રાઇવિંગ કરું છું ઉમિયાધામ નજીક એક કારખાનામાં રી-કટિંગનું કામ કરતો હતો. કારખાનું બંધ થઈ જતાં હવે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના અંતિમયાત્રા રથના ડ્રાઇવિંગનું કામ સ્વીકારી લીધું છે. હીરામાં 20થી 25 હજાર આવક હતી. અહીં 15 હજાર પગાર મળે છે. > મિલન નાકરાણી 10 વર્ષથી વેપાર કરતો હતો. જે ઓફિસમાં વેપાર કરતો તેને શેરના વ્યવસાયમાં ફેરવી નાંખી છે. > સુધીર શાહ 20 વર્ષ સુધી હીરા લે વેચ કરતો હતો પરંતુ મંદી હોવાથી શેરબજારનું કામ શરૂ કર્યું . > સુધીર વઢેર 30 વર્ષથી હીરા સાથે જોડાયેલો છું. 4 વર્ષથી કંપનીમાં કામ કરતો હતો. મહિને 35,000નું કામ થતું, જે મંદીમાં 20 હજાર થઈ જતાં ઘર ખર્ચ, ભાડાં વગેરેમાં મુશ્કેલી થતાં વાલક પાટિયા પાસે સિઝનલ વલસાડી ઉબાડિયું વેચી રહ્યો છું. > દિલીપ રૂપારેલિયા