આજે એટલે કે 23મી ડિસેમ્બરે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુ ઉછળીને 78,570ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી પણ 180 પોઈન્ટથી વધુની તેજી સાથે 23,770ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 28માં તેજી છે અને 2માં ઘટાડો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 45માં તેજી છે અને 5માં ઘટાડો છે. NSEના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. મેટલ સેક્ટર સૌથી વધુ 0.92%ના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે. એશિયન માર્કેટમાં પણ તેજી યુનીમેક એરોસ્પેસ એન્ડ મેન્યુફેક્ચરિંગનો IPO આજે ખુલશે યુનીમેક એરોસ્પેસ એન્ડ મેન્યુફેક્ચરિંગ લિમિટેડનો ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO) આજે એટલે કે 23 ડિસેમ્બરે ખુલશે. રોકાણકારો આ ઈસ્યુ માટે 26 ડિસેમ્બર સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 31 ડિસેમ્બરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે. કંપની આ ઈસ્યુ દ્વારા કુલ ₹500 કરોડ એકત્ર કરવા માંગે છે. આ માટે કંપનીના હાલના રોકાણકારો ₹250 કરોડના 31,84,712 શેર વેચી રહ્યા છે. આ સાથે, કંપની ₹250 કરોડના 31,84,712 નવા શેર જાહેર કરી રહી છે. શુક્રવારે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું આ પહેલા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે 20 ડિસેમ્બર શુક્રવારે સેન્સેક્સ 1176 પોઈન્ટના ઘટાડા સાથે 78,041ના સ્તરે બંધ થયો હતો. તેમજ, નિફ્ટી પણ 364 પોઇન્ટ ઘટીને 23,587ની સપાટીએ બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 20માં તેજી અને 10માં ઘટાડો રહ્યો હતો. જ્યારે નિફ્ટીના 45 શેરો ઘટયા હતા અને માત્ર 5માં તેજી હતી. શુક્રવારે NSEના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી મોટો ઘટાડો નિફ્ટી રિયલ્ટીમાં 3.84%, નિફ્ટી બેંકમાં 2.58%, નિફ્ટી ITમાં 2.42% અને નિફ્ટી ઑટોમાં 2.07%નો રહ્યો હતો.