દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (LG) વીકે સક્સેનાએ એક વીડિયો શેર કરીને સરકારની મફત વીજળી યોજના પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે શહેરની ગંદકી અને ગેરવહીવટ તરફ પણ ધ્યાન દોર્યું હતું. વીડિયોમાં LG દક્ષિણ દિલ્હી વિસ્તારમાં લોકો સાથે વાત કરતા દેખાય છે. વીડિયોમાં લોકો કહી રહ્યા છે કે અમે 10-15 હજાર રૂપિયાનું બિલ ભરીએ છીએ. તેના પર LG કહે છે કે અહીં એવું કહેવાય છે કે મફત વીજળી મળે છે. જવાબમાં લોકો કહે છે – મફત વીજળી નથી. કોઈનું બિલ 5-10 હજાર રૂપિયાથી ઓછું નથી. અમે તમને જણાવી રહ્યા છીએ કે, વીજળીનું એક યુનિટ પણ ફ્રી નથી. એલજીએ શનિવારે દક્ષિણ દિલ્હીના રંગપુરી હિલ અને કાપશેરા વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમની સાથે ભાજપના સ્થાનિક સાંસદ રામવીર બિધુરી અને દિલ્હીના પૂર્વ મંત્રી કૈલાશ ગેહલોત પણ હતા, જેઓ હાલમાં આમ આદમી પાર્ટી (AAP)માંથી ભાજપમાં જોડાયા હતા. આતિશીએ કહ્યું- દરેક સમસ્યાનો ઉકેલ આવશે
LGએ તેની પોસ્ટમાં લખ્યું – લાખો લોકોની લાચારી અને કંગાળ જીવનને ફરીથી જોવું ખૂબ જ નિરાશાજનક અને પરેશાન કરનારું હતું. પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. ગટરની કોઈ વ્યવસ્થા નથી, સાંકડી શેરીઓ સતત કાદવ અને ગંદા પાણીથી ભરેલી રહે છે. મહિલાઓને 7-8 દિવસમાં એક વખત આવતા ટેન્કરથી ડોલમાં પાણી લઈ જવા મજબુર છે. આ પછી સીએમ આતિશી તે વિસ્તારોમાં પહોંચ્યા અને એલજીનો આભાર માન્યો. તેમણે કહ્યું- હું સમસ્યા વિશે મને જાણ કરવા બદલ LGનો આભાર માનું છું. હું તેમને કહીશ કે તેમને દિલ્હીમાં ક્યાંય પણ કોઈ સમસ્યા દેખાય તો તેઓ જણાવે, આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીના લોકોની દરેક સમસ્યાનું સમાધાન કરશે. જાણો શું હતું LGના વીડિયોમાં… કેજરીવાલે કહ્યું- એલજી સાહેબને વિનંતી છે કે અમારી ખામીઓ જણાવો
કેજરીવાલે એલજીનો પણ આભાર માન્યો અને કહ્યું કે, હું એલજી સાહેબને વિનંતી કરું છું કે અમને અમારી ખામીઓ વિશે જણાવો, અમે તમામ ખામીઓ દૂર કરીશું. મને યાદ છે કે તેઓ નાંગલોઈ-મુંડકા રોડ પર ગયા હતા. તેમણે કહ્યું કે રસ્તા પર ખાડાઓ છે. તે રોડ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. દિલ્હીના સીએમ આતિશીજી પણ થોડા દિવસોમાં તેનું ઉદ્ઘાટન કરશે.