back to top
Homeમનોરંજનસોનાક્ષીનાં લગ્નમાં બંને ભાઈઓ કેમ હતાં ગાયબ?:પિતાએ કહ્યું- બાળકોને સાંસ્કૃતિક આંચકો લાગ્યો,...

સોનાક્ષીનાં લગ્નમાં બંને ભાઈઓ કેમ હતાં ગાયબ?:પિતાએ કહ્યું- બાળકોને સાંસ્કૃતિક આંચકો લાગ્યો, હું તેમનું દર્દ સમજી શકું છું

શત્રુઘ્ન સિન્હાએ હાલમાં જ જણાવ્યું છે કે શા માટે તેના બંને દીકરા બહેન સોનાક્ષી સિન્હાના લગ્નમાં સામેલ ન થયા. શત્રુઘ્ને કહ્યું કે તેને બાળકોના આ નિર્ણયથી કોઈ વાંધો નથી. લેહરેન રેટ્રો સાથેની વાતચીતમાં શત્રુઘ્ને કહ્યું- મને કોઈ ફરિયાદ નથી. તે પણ એક રિએક્શન હોય છે. બાળકોને સાંસ્કૃતિક આંચકો લાગ્યો હતો. અત્યારે કદાચ તેઓને એટલી સમજ નહીં હોય. એક્ટરે આગળ કહ્યું- હું તેની પીડા, મૂંઝવણ અને સમસ્યાઓ સમજી શકું છું. કદાચ હું એ ઉંમરનો હોત મારી વિચારવાની રીત જુદી હોત. સોનાક્ષીના લગ્નની તસવીરોમાં તેના બે ભાઈ લવ અને કુશ જોવા મળ્યા ન હતા. એવા અહેવાલો હતા કે એક્ટ્રેસના ભાઈઓ આ લગ્નથી ખુશ ન હતા. સોનાક્ષીના સસરા સાથે ભાઈ લવને મતભેદ!
આ સમાચારો પછી લવ સિન્હાએ ઈશારો કર્યો હતો કે તે સોનાક્ષીના સસરા ઈકબાલ રત્નસી સાથે નથી બનતું. તેણે એક પોસ્ટમાં લખ્યું હતું કે તે અમૂક વ્યક્તિ સાથે ક્યારેય વાત કરશે નહીં. કુશ સિન્હાનો દાવો- હું લગ્નમાં હાજર હતો
જોકે કુશ સિંહાએ કહ્યું હતું કે- મેં જોયું કે લોકો ખોટી માહિતી આપી રહ્યા છે. આ બધું એક લીડિંગ પોર્ટલના લેખથી શરૂ થયું હતું જે સ્ત્રોતને ટાંકીને સ્ટોરીઓ ચલાવવામાં આવી હતી. મને ખબર નથી કે આ બધું કોણ કરી રહ્યું છે અને ક્યાંથી શરૂ થયું. પરંતુ કેટલાક મીડિયા હાઉસ પાસે મારી તસવીરો છે જે દર્શાવે છે કે તે રાત્રે હું ત્યાં હાજર હતો. સોનાક્ષી-ઝહીરના લગ્ન 23 જૂનના રોજ થયા હતા
સોનાક્ષી અને ઝહીરે આ વર્ષે 23 જૂને રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. આ પછી, તેણે 23 જૂનની રાત્રે મુંબઈના બાસ્ટન રેસ્ટોરન્ટમાં લગ્નનું રિસેપ્શન આપ્યું હતું જેમાં સલમાન ખાન, રેખા, કાજોલ સહિત ફિલ્મ ઉદ્યોગના ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments